Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ગુજકેટ : અમદાવાદ, વડોદરા, ભૂજમાં અંગ્રેજીનો ક્રેઝઃ ગુજરાતી કરતાં વધુ વિદ્યાર્થીઓ ઈંગ્લિશ મીડિયમના

૬ ઓગસ્ટે રાજયમાં ગુજકેટની પરીક્ષા યોજાવાની છેઃ કુલ ૧.૧૭ લાખ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપવા માટે નોંધણી કરાવી છેઃ સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરતમાંથી છે : ગુજકેટ માટે નોંધાયેલા વિદ્યાર્થીઓમાં ત્રણ જિલ્લામાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ. : રાજયમાં ગુજરાતી માધ્યમના ૮૦ હજાર સામે અંગ્રેજી માધ્યના ૩૫ હજાર વિદ્યાર્થીઓ નોંધાયા. : અમદાવાદમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ ૫૯ ટકા અને વડોદરામાં ૬૦ ટકા છે

અમદાવાદ, તા.૨૪: પોતાના સંતાનને ઈંગ્લિશ મીડિયમમાં ભણાવાનો ક્રેઝ વાલીઓમાં હંમેશાથી રહ્યો છે. અમદાવાદમાં પણ વર્ષોથી વાલીઓમાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવાનો શોખ રહ્યો છે અને વાતનો પુરાવો આંકડા આપે છે. ગુજકેટ માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા પર નજર કરીએ તો અમદાવાદ શહેર, વડોદરા અને ભૂજમાં અંગ્રેજી માધ્યમના વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. સમગ્ર રાજયમાં ગુજરાતી માધ્યમના ૮૦ હજાર વિદ્યાર્થીઓ સામે અંગ્રેજી માધ્યમના ૩૫ હજાર વિદ્યાર્થીઓ જ નોંધાયા છે. પરંતુ ત્રણ જિલ્લાઓમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા ઊડીને આંખે વળગે તેવી છે.

ગુજકેટ માટે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે બોર્ડે પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજકેટ માટે સમગ્ર રાજયમાંથી ૧,૧૭,૩૧૬ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં ગુજરાતી માધ્યમના સૌથી વધુ ૮૦,૬૭૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જયારે અંગ્રેજી માધ્યમના ૩૫,૫૭૧ અને હિન્દી માધ્યમના ૧૦૭૫ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આમ, કુલ વિદ્યાર્થીઓ પૈકી ૬૯% વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમના નોંધાયા છે. જયારે અંગ્રેજી માધ્યમના ૩૦્રુ અને હિન્દી માધ્યમના ૧્રુ વિદ્યાર્થીઓ છે.

મોટાભાગના જિલ્લાઓમાં ગુજકેટ આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ વધુ હોય તે સ્વાભાવિક છે. પરંતુ અમદાવાદ શહેર, વડોદરા અને ભૂજ જેવા જિલ્લામાં ઈંગ્લિશ મીડિયમનો ક્રેઝ જોવા મળ્યો છે. આ ત્રણેય જિલ્લામાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. આ ત્રણ જિલ્લાને બાદ કરતાં બાકીના તમામ જિલ્લાઓમાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ જ વધુ નોંધાયેલા હોવાનું જાણવા મળે છે. આ ત્રણેય જિલ્લામાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર છે.

અમદાવાદ શહેરમાંથી કુલ ૯,૭૫૩ વિદ્યાર્થીઓ ગુજકેટ માટે નોંધાયા ચે. જેમાંથી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની લંખ્યા ૫,૭૫૨ છે. હિન્દી માધ્યમના ૫૧૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આમ, અમદાવાદમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા ગુજરાતી માધ્યમ કરતાં ૨,૨૬૧ વધુ છે. અમદાવાદમાં અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓ ટકાવારી ૫૯્રુ છે. જયારે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની ટકાવારી ૩૬્રુ છે અને હિન્દી માધ્યમમાં ૫્રુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

અમદાવાદ શહેર બાદ બીજા ક્રમે વડોદરામાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં ગુજકેટ માટે કુલ ૭,૨૬૫ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા ૨,૮૮૦ છે. જયારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા ૪,૩૪૯ છે. હિન્દી મીડિયમમાં ૩૬ વિદ્યાર્થી નોંધાયા છે. આમ, વડોદરામાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા ગુજરાતી માધ્યમ કરતાં ૧,૪૬૯ વધુ છે. વડોદરામાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્તીઓની ટકાવારી ૬૦ ટકા છે. જયારે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની ટકાવારી ૩૯ ટકા છે. જયારે હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ ૦.૫ ટકા છે.

આ ઉપરાંત ભૂજમાં પણ અંગ્રેજી માધ્યમનો ક્રેઝ છે. ભૂજમાં ગુજકેટ માટે કુલ ૧,૪૮૬ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જે પૈકી ગુજરાતી મીડિયમના ૬૯૮ અને અંગ્રેજી મીડિયમના ૭૮૪ વિદ્યાર્થીઓ છે. હિન્દી મીડિયમના માત્ર ૪ વિદ્યાર્થીઓ છે. આમ, ભૂજમાં અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓની સંખ્યા ગુજરાતી મીડિયમ કરતાં ૮૬ વધુ છે. આમ, આ ત્રણેય જિલ્લામાં અંગ્રેજી મીડિયમનો ક્રેઝ હોવાનું આંકડા પરથી જણાવી આવે છે.

અમદાવાદ ગ્રામ્યમમાં ઈંગ્લિશ મીડિયમના ૨૨૬૩ વિદ્યાર્થી નોંધાયા છે. જયારે અમરેલીમાં ૧૮૯, નડિયાદમાં ૬૯૨, જૂનાગઢમાં ૫૭૨, જામનગરમાં ૮૨૯, આહવામાં ૨૪, ગોધરામાં ૩૪૦, પાલનપુરમાં ૫૨૫, ભરૂચમાં ૧૪૭૩, ભાવનગરમાં ૭૭૫, મહેસાણામાં ૫૬૨, રાજકોટમાં ૨૧૭૧, વલસાડમાં ૨૫૦૫, હિંમતનગરમાં ૪૨૫, સુરતમાં ૪૬૬૩, પોરબંદરમાં ૧૨૪, આણંદમાં ૧૩૩૬, રાજપીપળામાં ૫૦, ગાંધીનગરમાં ૨૧૧૮, વ્યારામાં ૩૬૦, મોડાસામાં ૧૯૯, બોટાદમાં ૪૩, છોટાઉદેપુરમાં ૭૬, જામખંભાળિયામાં ૪૨, વેરાવળમાં ૧૯૬, મોરબીમાં ૧૭૫, પાટણમાં ૨૨૫, નવસારીમાં ૯૮૬, સુરેન્દ્રનગરમાં ૨૭૫ અને દાહોદમાં ૩૭૭ વિદ્યાર્થીઓ અંગગ્રેજી મીડિયમના નોંધાયા છે. જોકે, આ તમામ જિલ્લામાં અંગ્રેજી માધ્યમ કરતાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે.

(11:59 am IST)