Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં મેઘમહેર : નવા નીર આવતા રેલ નદી ફરી જીવંત થઇ

ડીસામાં 2 ઇંચ, દાંતીવાડા, વડગામમાં અને પાલનપુરમાં સવા ઇંચથી વધુ વરસાદ : અમીરગઢ,કાંકરેજ દાંતમાં દિયોદર અને ભાભરમાં ઝાપટા

બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે. સારા વરસાદને પગલે કોરી ધાકડ બનેલી રેલ નદીમાં નવા નીર આવતા રેલ નદી ફરી સજીવન થઇ છે. બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ ખાબકતા ચારેબાજુ ઠંડક પ્રસરી હતી.

 બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢમાં 6, કાંકરેજ 3, ડીસામાં 62, દાંતમાં 7, દાંતીવાડામાં 32, દિયોદરમાં 3, પાલનપુરમાં 34, ભાભરમાં 5, વડગામમાં 32 મીમી વરસાદ નોંધાયો હતો.

(12:17 pm IST)