Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ડાંગમાં આવેલો ફેમસ ગીરાધોધ વરસાદને પગલે સુંદર રીતે જીવંત થયો

પૂરજોશમાં વહેતું પાણી અને ધસમસતા પાણીનો અવાજ તમને દુનિયાના તમામ ટેન્શન ભૂલાવી દેશે કુદરતના ખોળે વસેલા ગીરા ધોધની આવી તાકાત છે

વલસાડઃ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતના વલસાડ,નવસારી,સુરતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને પગલે દક્ષિણ ગુજરાતમાં આવેલું રમણીય હિલ સ્ટેશન ડાંગની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે તેમાં પણ ડાંગમાં આવેલો ફેમસ ગીરાધોધ વરસાદને પગલે સુંદર રીતે જીવંત થયો છે ગુજરાતમાં આમ તો ખાસ કોઈ મોટા ધોધ નથી પરંતુ સાપુતારાના પહાડો અને લીલાછમ્મ જંગલોની વચ્ચે આવેલા આ ધોધનું સોંદર્ય અનોખું છે એક તરફ લીલુંછમ જંગલ અને વરસાદ વરસતા ભીની માટીની સુગંધ, પૂરજોશમાં વહેતું પાણી અને ધસમસતા પાણીનો અવાજ તમને દુનિયાના તમામ ટેન્શન ભૂલાવી દેશે કુદરતના ખોળે વસેલા ગીરા ધોધની આવી તાકાત છે આ ધોધ ૩૫ મીટરની ઉંચાઈએથી પડે છે એટલે પાણીના પછડાવાનો અવાજ તમને આનંદિત કરે છે.

ગુજરાતના મોન્સૂન પ્રવાસન સ્થળોમાં ડાંગનો ગીરાધોધ સૌથી વધુ પ્રખ્યાત છે ચોમાસુ આવે એટલે લોકો ગીરા ધોધની સુંદરતા માણવા નીકળી જતા હોય છે ત્યારે ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ગીરાધોધ જીવંત થયો છે ગીરાધોધ જીવંત થતા જ ડાંગમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે ગીરાધોધનું આહલાદક દ્રશ્ય આંખે વળગે તેવુ છે હાલ વરસાદ બાદ ધોધમાંથી ધોધમાર પાણી ખળખળ વહી રહ્યું છે જે જોતા આંખોનો ટાઢક વળે તેવો નજારો દેખાય છે કોરોના કાળના કારણે  પ્રવાસન સ્થળો બંધ કર્યા હતા જોકે હાલમાં જ બધા પ્રવાસન સ્થળો સહેલાણીઓ માટે ખુલ્લા મૂકી દીધા છે અને સાથે જ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જોખમી વાળા તમામ ધોધ પર સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે તમને પણ ગીરાધોધની સુંદરતા પંસદ આવી હોય તો એક વાર જરૂર થી આ સુંદરતા ધોધની મુલાકાત લેવા જેવી છે.(કાર્તિક બાવીશી)

(12:58 pm IST)