Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

આઇપીએસ એસોસિયેશન ભલે રજૂઆત કરી આવ્યું,બદલી બઢતી તાત્કાલિક નહિ થાય તેવા પ્રવર્તતા મતના કારણોના આ રહ્યા તારણો

મોટાભાગના અનુભવી આઇપીએસ અને જીપીએસ અધિકારીઓ સ્પષ્ટ માને છે કે, સાદી છતાં ગૌરવપૂર્વક રાજ્ય સરકાર દ્વારા ૫ાંચ વર્ષ પૂર્ણ થવા સંદર્ભેની ઉજવણી કાર્ય ગાંધીનગર માટે ટોપ પ્રાયોરીટી હોવાથી ઝડપ અશકય છે : રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી જૂનાગઢ ખાતે હોવાથી આ માટેની તૈયારીઓને પ્રાથમિકતા આપવાનો પણ નિર્ધાર છે, ટુંકમાં સમય નથી : વાત અહીથી પૂર્ણ થતી નથી, સચિવાલય વર્તુળ સહિતમા ચાલતી ચર્ચા જો સત્ય માનીએતો હાલ ચાલતી ચર્ચામાં અનુમાન અને અટકળોનું મિશ્રણ વધુ છે, બીજી ઘણી પ્રક્રિયા પણ બાકી છે

રાજકોટ તા.૨૬, આઇએએસ, જીએએસ કેડરમાં ખૂબ મોટા પાયે ફેરફાર કર્યા બાદ આઇપીએસ અને જીપીએસ લેવલે બઢતી બદલીની ચાતક નજરે રાહ જોઈ રહેલા અધિકારીઓની ધીરજ ખૂટી રહી હોવાને કારણે અને વારંવાર થતી રજૂઆતો સંદર્ભે આઇપીએસ એસો. દ્વારા તાજેતરમાં ગૃહ મંત્રીને મળી અધિકારીઓની વેદનાને વાચા આપી હતી. ગૃહ મંત્રી દ્વારા પણ હકારાત્મક વલણ દાખવી આ બાબતે યોગ્ય કરવા ખાત્રી આપી છે. જોકે આઇપીએસ અઘિકારીઓ આ રજૂઆત બાદ પણ હજુ તુરત આ પ્રશ્નનો નિકાલ આવશે તે બાબતે આશાવાદી ન હોવાનો  મોટાભાગે સૂર રેલાવ્યા છે.                                  

રાજ્યના અનુભવી આઇપીએસ કે જીપીએસ અધિકારીઓ એવું માની રહ્યા છે કે ગાંધીનગર અન્ય કામોમાં ખૂબ વ્યસ્ત રહેવાથી આ બાબતે પ્રાથમિક ચર્ચા થી વાત આગળ વધી નથી, ટૂંકમાં કહીએ તો બદલી બઢતી પહેલા જે ફાઇનલ નિર્ણય લેવાય છે તે પ્રકારે નિર્ણય થયો નથી.ચોક્કસ ચર્ચા માત્ર ચર્ચા જ હોવાની અને ગાંધીનગર દ્વારા આ બાબતે કોઈ અંતિમ નિર્ણય માટે ગંભરતાપૂર્વક ચર્ચા કરી હોય તેવું પણ જાણકાર અધિકારીઓ માની રહ્યા છે. dpc ગાંધીનગર ઈચ્છે ત્યારે થઈ શકે પરંતુ તે માટે પણ સમય જોઈએ.

આઇપીએસ કે જીપીએસ આ અધિકારીઓ પૈકી મોટા ભાગના એવું માને છે કે આવતા વર્ષે ધારા સભાની ચૂંટણી હોય, રૂપાણી સરકાર દ્વારા ૫ વર્ષ દરમિયાન જે યશસ્વી સિદ્ધિ હાંસલ કરી છે તેની સાદગી છતાં ગૌરવપૂર્વક ઉજવણી કેવી રીતે કરવી તે કાર્ય ટોપ પ્રાયોરિટી હોવાથી સ્વાભાવિક રીતે ગ્રહ મંત્રાલય જેમની અંડરમા છે તેવા મુખ્ય મંત્રી બદલી કાર્યમાં ધ્યાન ન આપી શકે, સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય લેવલનો ૧૫ ઓગસ્ટ કાર્યક્રમ જૂના ગઢ ખાતે યોજવાનો હોવાથી તે માટેની જે રીતે તૈયારીઓ ચાલે છે તે જોતાં સ્વાતંત્ર પર્વની ઉજવણી બાદજ આ ફેરફાર કહો કે પ્રમોશન કાર્યવાહી થશે તેમ આઇપીએસ એસો.મળવા છતાં આઇપીએસ કે જીપીએસ અફસરોનું અનુમાન છે. 

(12:58 pm IST)