Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાની કારોબારીમાં વલસાડના હેમાક્ષીબેન દિલીપભાઈ દેસાઈની નિયુક્તિ વલસાડમાં દિલીપ દેસાઈનું પણ આગવું સ્થાન

(કાર્તિક  બાવીશી દ્વારા ) વલસાડ :ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની સૂચના અને માર્ગદર્શન મુજબ ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ડૉ. દીપિકાબેન સરડવા દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાની કારોબારીમાં વલસાડના હેમાક્ષીબેન દિલીપભાઈ દેસાઈની નિયુક્તિ કરવામાં આવી છે .હેમાક્ષીબેન છેલ્લા 20 વર્ષથી ભાજપમાં ખુબજ સક્રિય રહ્યા છે અને જિલ્લામાં અનેક હોદ્દાઓ ઉપર જવાબદારીઓ નિભાવી હતી અને પાર્ટીમાં મોટું યોગદાન આપી રહ્યા છે.

 તા.25/07/2021 ના રોજ ગાંધીનગર "કમલમ" ખાતે રાષ્ટ્રીય મહામંત્રી દીપતિબેન રાવત, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી ભીખુભાઇ દલસાનિયા, પ્રદેશ મહિલા મોરચાના પ્રભારી ગોરધનભાઇ ઝડફિયા અને ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દીપિકાબેન સરડવાની વિશેષ ઉપસ્થિતિ માં ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાની પ્રથમ કારોબારી બેઠક મળી હતી.

(1:42 pm IST)