Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

નડિયાદ તાલુકાના પીજ ચોકડી નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ઓઈલનું ટેન્કર પલ્ટી ખાતા રસ્તા પર ઢોળાયું

નડિયાદ: તાલુકાના પીજ ચોકડી પાસેથી પસાર થતા વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે નં-૮ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રકના ચાલકે અન્ય કેપ્સુલ ટેન્કરને અડફેટ મારતા ટેન્કર પલ્ટી ખાતા ઓઇલ રસ્તા પર ઢોળાયુ હતુ.

મળતી વિગતો અનુસાર વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ પીજ ચોકડી પાસે આજે ઢળતી બપોરે અકસ્માત સર્જાયો હતો. સોયા ઓઇલ ભરી ગાંધીધામથી હઝીરા જતી કેપ્સુલ ટેન્કરને એક ટ્રકે અડફેટ મારતા કેપ્સુલ ટેન્કર પલ્ટી ખાઇ ગયુ હતુ. જેના કારણે ટેન્કરમાં ભરેલ સોયા ઓઇલ રસ્તા પર ઢોળાતા થોડો સમય માટે વાહનવ્યવહાર બંધ કરાયો હતો. આ બનાવની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ અને નડિયાદ ફાયરબ્રિગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફાયરબ્રિગ્રેડની ટીમ બનાવ સ્થળે પહોચી રસ્તો કાર્યરત કરાવ્યો હતો.

(5:34 pm IST)