Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

પેટલાદ તાલુકાના બાંધણી ગામે ખેતરમાં પાણી લેવા બાબતે થયેલ તકરારમાં ત્રણ સખ્સોએએ પિતા-પુત્રને ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ

આણંદ:જિલ્લાના પેટલાદ તાલુકાના બાંધણી ગામે ખામા તલાવડી સીમ વિસ્તારમાં ખેતરમાં પાણી લેવા બાબતે થયેલ તકરારમાં ત્રણ શખ્શોએ ભેગા મળી પિતા-પુત્રને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મહેળાવ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ અંગે મહેળાવ પોલીસે હુમલો કરનાર ત્રણ વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પેટલાદ તાલુકાના બાંધણી ગામે રહેતા વિનુભાઈ ચીમનભાઈ સોલંકી ખેતમજૂરી કરી જીવન ગુજરાન ચલાવે છે. તેઓએ પોરડા સીમમાં ખામા તલાવડી વિસ્તારમાં આવેલ ખેતર ભાગે ખેડવા માટે રાખેલ હોઈ ગતરોજ ખેતરમાં પાણી લેવા માટે ગયા હતા. દરમ્યાન નજીકના ખેતરને ચંદ્રકાન્તભાઈ ગોતાભાઈ સોલંકીએ ભાગે ખેડવા માટે રાખેલ હોય તેઓ પણ ખેતરમાં પહોંચ્યા હતા. દરમ્યાન ચંદ્રકાન્તભાઈએ ખેતરમાંથી પાણી કેમ વાળ્યું તેમ કહી અપશબ્દો બોલી વિનુભાઈને મારવા જતા વિનુભાઈના હાથમાના દાંતરડાની ચાંચ ચંદ્રકાન્તભાઈ સોલંકીને હાથમાં વાગી હતી. જેથી તેઓએ ફોન કરી બીજા માણસોને બોલાવ્યા હતા. બીજી તરફ વિનુભાઈએ પણ ફોન મારફતે પરિવારજનોને જાણ કરતા તેઓના ભાઈ તથા પુત્ર ખેતરે પહોંચ્યા હતા. જ્યાં ચંદ્રકાન્તભાઈ સહિતના શખ્શોએ બોલાચાલી કરી વિનુભાઈને માર માર્યો હતો. સાથે સાથે તેઓના પુત્ર વિરેન્દ્ર વચ્ચે પડતા તેને પણ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

(5:36 pm IST)