Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

સુરતના કાપોદ્રામાં ફિલ્મી સ્ટાઈલમાં રિક્ષામાં અપહરણ કરી 10 હજારની માંગણી કરનાર ચાર માથાભારે તત્વો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: શહેરનાવરાછા એલ.એચ. રોડ સ્થિત પ્રભુનગર સોસાયટીમાં રહેતી શિક્ષીકા સરલાબેન હિતેશ હરણેશા (ઉ.વ. 33 મૂળ રહે. કાલસારી, તા. વિસાવદર, જિ. જુનાગઢ) ની બહેનનો પુત્ર અનિરૂધ્ધ સુરાણી બે દિવસ દવા લઇ બાઇક પર ઘરે જઇ રહ્યો હતો ત્યારે રીક્ષામાં મેહુલ ઉર્ફે મયલો ધીરૂ ડાભી (રહે. ગાયત્રી સોસાયટી, એલ.એચ. રોડ, વરાછા) અને વિજય ઉર્ફે ભુરી ભુપત મકવાણા (રહે. કિરણ પાર્ક સોસાયટી, કાપોદ્રા), ભગા ઘસી આવ્યા હતા.ફિલ્મી સ્ટાઇલમાં બાઇકની આગળ રીક્ષા ઉભી રાખી જબરજસ્તી અનિરૂધ્ધને રીક્ષામાં બેસાડી તારી પાસે જે કંઇ હોય તે આપી દે એમ કહ્યું હતું. પરંતુ અનિરૂધ્ધ પોતાની પાસે કંઇ નથી અને મોબાઇલ ફોન વરાછા મારૂતિ ચોક ખાતે ખોડિયાર સોંઇગ મશીનની બાજુમાં મેડીકલ સ્ટોરમાં ચાર્જીંગમાં મુકયો છે એમ કહ્યું હતું. જેથી મેહુલે તેના બીજા બે મિત્ર ધવલ દશરથ ડાભી (રહે. ગાયત્રી સોસાયટી, વરાછા) અને મયુર ઉર્ફે માયો વિનુ વાઘેલા (રહે. દશરથ નગર સોસાયટી, કાપોદ્રા) ને ફોન કરી મેડીકલ સ્ટોર પર મોબાઇલ લેવા મોકલ્યા હતા. પરંતુ અનિરૂધ્ધ સ્ટોર માલિક સાથે વાત કરવાનો ઇન્કાર કરતા તેણે મોબાઇલ આપ્યો ન હતો. જેથી મેહુલ અને વિજયે અનિરૂધ્ધનું રીક્ષામાં અપહરણ કરી મારૂતિ ચોક લઇ ગયા હતા અને આખી રાત મારવાની ધમકી આપી હતી. જેથી ડરી જનાર અનિરૂધ્ધે મોબાઇલ આપી દેતા મેહુલ અને વિજયે ધમકી આપી હતી કે કાલે દુકાને આવીશું, 10 હજાર તૈયાર રાખજે તો જ મોબાઇલ મળશે તેવી ધમકી આપી ચાલ્યા ગયા હતા.

 

(5:37 pm IST)