Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

વડોદરા:ટ્રેનમાં ઊંઘતી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન આંચકી ગઠિયો છૂમંતર.....

વડોદરા: મહારાષ્ટ્રના પાલઘર ખાતે વિરાર ઈસ્ટમાં ગાયકવાડી વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા પારુલબેન રાજેશભાઈ પ્રજાપતિ બોરીવલીથી સોનગઢ જવા માટે બાન્દ્રા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસ કરતા હતા. રાત્રિ મુસાફરી હોવાથી તેઓ ટ્રેનમાં પોતાની રીઝર્વેશન સીટ ઉપર ઊંઘી ગયા હતા મોડી રાત્રે વડોદરા રેલવે સ્ટેશન પાસેથી ધીમી ગતિએ ટ્રેન પસાર થતી હતી ત્યારે એક ગઠિયો અચાનક પારુલબેનની સીટ પાસે આવ્યો હતો અને પારુલબેનના ગળામાં પહેરેલી પોણા બે તોલા વજનની રૂ.75 હજાર કિંમતની સોનાની ચેન પેન્ડલ સાથે તોડીને ચાલુ ટ્રેનમાંથી ઉતરી ગઠિયો ફરાર થઈ ગયો હતો. આ બનાવની ફરિયાદ રેલવે પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

(5:39 pm IST)