Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

વડોદરાના વાઘોડિયા રોડ પર બે જુદી જુદી સોસાયટીમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 13 જુગારીઓને 76 હજારની રકમ સાથે ઝડપી પાડયા

વડોદરા: શહેરના વાઘોડિયા રોડ હીરાબા નગર અને જયઅંબેનગરમાં જુગાર રમતા ૧૩ જુગારીઓ અને જુગારધામના સંચાલકને પોલીસે ઝડપી  પાડયા છે.પોલીસે કુલ રૃપિયા ૭૬ હજારનો મુદ્દામાલ કબજે લીધો છે.

પાણીગેટ પોલીસનો સ્ટાફ ગઇકાલે વિસ્તારમાં પેટ્રોલિંગમાં  હતો.તે સમયે માહિતી મળી હતી કે,વાઘોડિયા રોડ જયઅંબે નગરમાં એક ભરવાડની ઓરડીમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે.

જેથી,પોલીસે મધરાતે સવા ત્રણ વાગ્યે ઉપરોક્ત સ્થળે રેડ પાડી હતી.વિજુ ઉર્ફે વજુ કરશનભાઇ ભરવાડના ઘરે ચાલતા જુગારધામમાં જુગાર રમતા આઠ જુગારીઓ પકડાયા  હતા.પોલીસે ૬ મોબાઇલ ફોન અને રોકડા રૃપિયા મળીને કુલ રૃપિયા ૩૫,૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જ્યારે અન્ય એક બનાવમાં બાપોદ પોલીસે મળેલી માહિતીના આધારે વાઘોડિયા રોડ હીરાબા નગરમાં આવેલા મંદિરની સામેના ઘરની અગાશી  પર જુગાર રમતા પાંચ જુગારીઓને બાપોદ પોલીસે ઝડપી પાડી રોકડા રૃપિયા અને ચાર મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૪૧,૦૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

(5:52 pm IST)