Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

વડોદરાના સાવલી તાલુકામાં છૂટાછેડા થયેલ યુવતીને લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ આચરી તરછોડી દેતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

વડોદરા : શહેરનાસાવલી તાલુકામાં યુવતીના લગ્ન તોડાવી નાંખ્યા બાદ યુવકે લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજારી યુવતીને તરછોડી દેતા પોલીસે તપાસ શરૃ કરી છે.

આણંદ જિલ્લાની યુવતીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગોઠડા ગામમાં રહેતા ફિરોજ ફકીર ગરાસીયા સાથે પ્રેમ થતાં તેણે મારી સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો અને મારા પતિ સાથે છૂટાછેડા લેવડાવ્યા હતાં. બાદમાં ફિરોજ મને સાવલી, વાંકાનેર, ગોઠડા લઇ જઇ મારી સાથે દુષ્કર્મ ગુજાર્યું  હતું.

ફિરોજે બાદમાં મારી સાથે લગ્ન કર્યા ન હતાં. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે સાવલી પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:51 pm IST)