Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

અમદાવાદમાં ધોળેદિવસે વસ્ત્રાપુર વિસ્તારમાં બે કરોડની લૂંટ :

આંગડિયા પેઢીના કમર્ચારીની આંખમાં મરચું નાખીને લૂંટને અંજામ આપ્યો : આરોપી પકડાયો

અમદાવાદ: શહેરમાં લૂંટના કિસ્સાઓ દિવસે દિવસે વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ધોળા દિવસે આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચુ નાખી બે કરોડની લૂંટ થઈ છે. મહેન્દ્ર સોમા પટેલની પેઢીનો કર્મચારી આ લૂંટારુઓને ભોગ બન્યો છે.

 જો કે, આ લૂંટને અંજામ આપી ફરાર થનાર આરોપીને નજીકમાં જ ઉભેલી વસ્ત્રાપુર પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

(6:44 pm IST)