Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

અમદાવાદમાં વરસાદ પડતાની સાથે જ કેચપિટની જાડીઓ તૂટી જાય છે: લેબ ટેસ્ટિંગ કરાવવા નિર્ણય

કમિટી ચેરમેનએ અધિકારીઓને આવતી કમિટીમાં લેબ રિપોર્ટ જમાં કરવાની સૂચના આપી

અમદાવાદ : શહેરમાં વરસાદ પડતાની સાથે જ કેચપિટની જાડીઓ તૂટી જાય છે. જેને કારણે આજે વોટર કમિટીમાં ચર્ચા આવી હતી. કમિટીમાં સભ્યોએ રજૂઆત કરી હતી કે કેચ પીતની જડીઓ બે દિવસમાં જ તૂટી જાય છે. જેથી આ જાળીઓનું લેબ ટેસ્ટિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાળીઓની ખરીદી પરચેઝ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેથી કમિટી ચેરમેનએ અધિકારીઓને આવતી કમિટીમાં લેબ રિપોર્ટ જમાં કરવાની સૂચના આપી છે લેબ રિપોર્ટ આવ્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.

 

વરસાદ પડવાના કારણે કેટલીક જગ્યાએ જ્યાં કામ થયું હોય ત્યાં બેસી જવાના કારણે રસ્તાઓ તૂટી ગયા છે જે અંગે સભ્યો દ્વારા કમિટીમાં રજૂઆત કરવામાં આવી હતી આ અંગે અધિકારીઓને સૂચના આપવામાં આવે છે કે જે વિસ્તારોમાં તાજેતરમાં ખુદ કામ પૂર્ણ થયું હોય ત્યાં પુરાણ બેસી ગયું હોય તેવી જગ્યા ઓ પર તપાસ કરીને તાત્કાલિક કામ પૂર્ણ કરવામાં આવે.

 

આ ઉપરાંત આજે કમિટી માં ખારીકટ કેનાલની આસપાસ ભરાઈ રહેતા પાણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સામાન્ય રીતે ખારીકટ કેનાલમાં પાણી નિકાલ માટેનું કનેક્શન આપી શકાય નહીં પરંતુ વરસાદી પાણી પૂરતું કઈ થઈ સકે એ માટે ચેક કરવામાં આવશે.

 

આ ઉપરાંત આજે વોટર કમિટીમાં હદ વિસ્તાર હોવાના કારણે નવા ઉમેરાયેલા વિસ્તારોના પાણી અને ગટરના જોડાણ અંગેની ચર્ચા કરવામાં આવી હતી જેમાં સભ્યો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે નવા જોડાયેલા વિસ્તારો અંગે અત્યારથી કોઈ આયોજન બદ્ધ કામગીરી શરૂ કરવી જોઇએ તો આવતા બે વર્ષમાં ત્યાં કટર પાણીનું જોડાણ આપી શકાશે.

આ ઉપરાંત આશ્રમ રોડ પર મેન લાઈનનું કામ ચાલુ છે જેમાં સાડા પાંચ કિલોમીટરનો કામગીરી હતી હવે બે કિલોમીટરની કામગીરી બાકી છે જે ડિસેમ્બર મહિના સુધી પૂર્ણ કરવાની રહેશે. જોકે આ કામ અંગેના પ્રગતિ રિપોર્ટ ચેરમેન દ્વારા દરેક કમિટી માં માંગવામાં આવે છે. અને જેટલું શક્ય હોય એટલું ઝડપી કામ પૂર્ણ કરવા અંગેની રજૂઆત કરવામાં આવે છે.

(8:27 pm IST)