Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

રાજપીપળા પાસેના ગામની મહિલાની દોઢ વર્ષની દીકરી લઈ પુત્રવધૂને ત્રાસ આપતા સાસરીયાઓ સાથે સમાધાન કરાવતી 181 હેલ્પલાઇન ટીમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પાસેનાં ગામમાં રિંકલ બહેન (નામ બદલેલ છે) ના પતિ છોકરી લઈને જતા રહ્યા હતા..અને સસરા અને પતિ એ મળીને બહેન ને માર્યા હતા. માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કરતા રાજપીપલા અભયમ રેસ્કયું વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી તેમની સાથે અસરકારક કાઉનસેલિંગ કરી સમાધાન કરાવવામાં સફળતા મેળવી હતી.
મળતી માહિતી મુજબ રીંકલ બહેન ના લવ મેરેજ થયા હતા અને લગ્ન ના ચાર વર્ષ દરમ્યાન દોઢ વર્ષ ની દીકરી છે. દીકરી આવ્યા પછી તેમના પતિ માનસિક ત્રાસ આપવા લાગ્યા અને મારતા હતા ,સાસુ,સસરા દીકરાને સમજવાનું છોડી પિતરવધુનર સંભળાવતા, તેથી રીંકલબેન કંટાળી ને  પિયર ચાલ્યા ગયા હતા ત્યારબાદ છ મહિના થી તેઓ પિયર હતા, પિયર માં તેઓ છોકરી ને મળવા આવે તો પણ રીંકલબેન સાથે વાતચીત ન કરતા હતા ત્યારબાદ આજે તેઓ તેમની છોકરી માટે નાસ્તો લેવા ગઈ હતી રાજપીપલા તો મારા પતિ ઘરે ગયા અને મને ત્યાં ન જોઈ તો કહ્યા વગર છોકરી લઈને જતા રહ્યા હોય રીંકલબેન ભાઈ સાથે સાસરી માં ગયા તો સસરા એ ઘર માં ન જવા દીધી અને ધક્કો મારી દેતા મારા પતિ આવી જતા બંનેએ રીંકલબેન ને માર મારી છોકરી તને નાં મળે જતી રહે અહીંથી એમ જણાવ્યું ત્યારબાદ અભ્યમ ટીમે સામે પક્ષ ને શાંતિ થી સમજાવ્યા અને કાયદાકીય માહિતી આપી જેથી એકબીજાને સ્વીકારવા તૈયાર થયા અને રિંકલ બહેન ને સાસરી માં સોંપેલ અને તેમના સાસુ - સસરા ને સમજાવતા હવે સારી રીતે રહીશું તેમ કહેતા આખરે પારિવારિક ઝગડા નું નિરાકરણ કરી સમાધાન કરવામાં ૧૮૧ હેલ્પલાઇન ટીમને સફળતા મળી હતી.

(11:57 pm IST)