Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ડેડીયાપાડામાં જુગાર રમનાર 4 શખ્સો રૂપિયા 15,730 ના મુદામાલ સાથે પોલીસ રેડમાં ઝડપાઇ ગયા,એક ફરાર


(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે જુગાર રમતા પાંચ ઇસમોને ડેડીયાપાડા પોલીસે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડેડીયાપાડા પોલિસે બાતમીના આધારે થાણા ફળીયામાં રેડ કરતા ત્યાં જુગાર રમતા રવિન્દ્રભાઇ મુળજીભાઇ વસાવા,શંકરભાઈ વિરજીભાઈ વસાવા,અર્જુનભાઈ ચીમનભાઇ વસાવા,કમલેશભાઈ ગોવિંદભાઈ વસાવા જુગાર રમતા હોય રેડ દરમ્યાન  અંગઝડતીમાંથી રોકડા રૂ ૧૦,૫૦૦ દાવ ઉપરથી રોકડ રકમ રૂ .૨,૨૦૦ તેમજ મોબાઈલ નંગ -૩ ની કિં.રૂ .૩૦૦૦ મળી કુલ .રૂ .૧૫,૭૩૦ સાથે પકડાઈ ગયા હતા,જ્યારે વિકાશ વિજયભાઇ વસાવા રહે , નિવાલદા,તા.દેડીયાપાડા નાસી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

(12:10 am IST)