Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

સ્વિટી પટેલની હત્યાના કેસમાં આરોપી પતિ PI અજય દેસાઈ અને આરોપી કિરીટસિંહ જાડેજાના 10 દિવસના રિમાન્ડ મંજૂર

આરોપી ખુદ SOG PI હોવાથી મર્ડરનો પરફેક્ટ પ્લાન ઘડ્યો હતો. 49 દિવસ સુધી આ કેસમાં પોલીસને તેણે ગોળ ગોળ ફેરવી હતી

વડોદરામાં સ્વિટી પટેલની હત્યાના કેસમાં આરોપી પતિ PI અજય દેસાઈ અને આરોપી કિરીટસિંહ જાડેજાના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. સ્વીટી પટેલની હત્યાનો મામલે આરોપી PI અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આજે કરજણ કોર્ટમાં પણ રજૂ કરાયા હતા. જ્યાં આરોપી અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાના 10 દિવસ માટે રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ સાથે પોલીસ વિભાગ દ્વારા બીજી મોટી કાર્યવાહી પણ કરવામાં આવી છે. જેમાં હત્યાના આરોપી PI અજય દેસાઈને સસ્પેન્ડ કરી દેવાયા છે.

PI અજય દેસાઈની બંને પત્ની એક જ સમયે વડોદરામાં હતી. જેને પગલે અજય દેસાઈ બંનેને સમય આપી શકતો ન હોવાથી તેણી સ્વીટીની કાયમ માટે ચૂપ કરી દીધી હતી. PI અજય દેસાઈએ સ્વીટી પટેલની હત્યા અગાઉ તેના મિત્ર અને કોંગ્રેસ નેતા કિરીટસિંહ જાડેજાને કહ્યું હતું કે, મારી બેન લગ્ન કર્યા વિના જ ગર્ભવતી થઈ ગઈ હોવાથી તેની હત્યા કરવી પડશે. આ વાતથી કિરીટસિંહ પહેલા ચોંકી ગયા હતા, ત્યારબાદમાં મિત્ર અજયને મદદ કરવાની કિરીટસિંહે તૈયારી બતાવી હતી. આરોપી ખુદ SOG PI હોવાથી મર્ડરનો પરફેક્ટ પ્લાન ઘડ્યો હતો. 49 દિવસ સુધી આ કેસમાં પોલીસને તેણે ગોળ ગોળ ફેરવી હતી.

(12:18 am IST)