Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

અંધેર તંત્રનો નાદાર નમૂનો : ચીખલીના યુવાનને રસીનો બીજો ડોઝ લીધા વિના સર્ટિફિકેટ આવી ગયું

પ્રમાણપત્ર પણ જનરેટ થવા સાથે ડાઉનલોડ પણ થઇ ગયું : બેચ નંબરના ઉલ્લેખ સાથે રસીકરણની જગ્યા બહેજ સબ સેન્ટર દર્શાવાઇ

ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના યુવાનનું કોરોના વિરોધી રસીનો બીજો ડોઝ લીધા વિના જ સર્ટિફિકેટ આવી જતાં આરોગ્ય વિભાગની લાલિયાવાડીનો કિસ્સો બહાર આવવા પામ્યો છે

સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે મોટાપાયે રસીકરણ ઝુંબેશ ચલાવી હતી.આ દરમિયાન ચીખલીના દક્ષિણ મોહલ્લામાં રહેતા જય જગદીશ રાવ ભોંસલેએ કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધા ના ૮૪-દિવસ જેટલો સમય વિતી ગયા બાદ ઓનલાઇન બીજા ડોઝ માટે પ્રયાસ હાથ ધર્યો હતો.પરંતુ સફળતા મળી ન હતી.ત્યારે ૧૭-સપ્ટેમ્બરના રોજ રાત્રીના દસેક વાગ્યાના અરસામાં જય ભોંસલેના ફોન ઉપર કોવિશિલ્ડનો બીજા ડોઝનું સફળતાપૂર્વક રસીકરણ થઈ ગયું હોવાનો એસએમએસ આવી જતા અને બાદમાં પ્રમાણપત્ર પણ જનરેટ થવા સાથે ડાઉનલોડ પણ થઇ ગયું હતું .જય ભોંસલે બીજા ડોઝ લીધા વિના સર્ટિફિકેટ આવી ગયું હતું.જેમાં બેચ નંબરના ઉલ્લેખ સાથે રસીકરણની જગ્યા બહેજ સબ સેન્ટર દર્શાવાઇ છે.ત્યારે સમગ્ર બાબતે તપાસ થાય તો હકીકત બહાર આવી શકે એમ છે.

(10:49 pm IST)