Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

કોંગ્રેસની પૂર્વ મહિલા કોર્પોરેટર નફીશા અન્સારીએ સરખેજ પોલીસ સ્ટેશનમા નોધાવી ત્રીપલ તલાકની ફરિયાદ: ત્રણ દીકરીઓની હાજરીમાં ત્રણ વખત તલાક બોલી પત્નીને તરછોડી

અમદાવાદ :  કોંગ્રેસની પૂર્વ મહિલા કોર્પોરેટર નફીશા અન્સારીએ સરખેજ પોલીસ સ્ટેશનમા નોધાવી ત્રીપલ તલાકની ફરિયાદ નોંધાવી છે

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મહિલાના પતિના અન્ય કોઈ મહિલા સાથે અનૈતિક સબંધ હતો. જેની જાણ મહિલાને થઈ જતાં તેના પતિએ 3 દીકરીની હાજરીમાં 3 વખત તલાક..તલાક…તલાક કહીને પત્ની સાથેનો સબંધ કાપી નાંખ્યો હતો.

અન્ય મહિલાના પ્રેમમાં પાગલ પતિએ 30 વર્ષના લગ્ન જીવનનો અંત આણતા પત્નીને ટ્રિપલ તલાક આપતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. હાલ સરખેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:26 am IST)