Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

રાજપીપળાની નવદુર્ગા સ્કૂલ વિરુદ્ધ વાલીએ શિક્ષણમંત્રી ને લેખિત રજુઆત કરી તપાસની માંગ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં આવેલી નવદુર્ગા સ્કૂલ વિરુદ્ધ એક વાલીએ ગેરવાહીવટ થયો હોવાના આક્ષેપ સાથે ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆત કરી યોગ્ય તપાસ ની માંગ કરી છે.
જાણવા મળ્યા મુજબ રાજપીપળા ના નવપરા વિસ્તારમાં રહેતા કમલેશભાઇ વિપીનચંદ્ર વ્યાસ એ કરેલી રજુઆત મુજબ તેમનો પુત્ર રુદ્ર વ્યાસ શ્રી નવદુર્ગા હાઇસ્કૂલ , રાજપીપલા વિજ્ઞાન પ્રવાહમાં ચાલુ સાલે પ્રવેશ લીધેલ હતો,સરકાર દ્વારા ધોરણ -૧૦ માં માસ પ્રમોશન આપ્યા બાદ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટે નવદુર્ગા હાઈસ્કૂલ માં ફોર્મ ભરવામાં આવ્યુ હતું . શરૂઆતમાં સરકાર દ્વારા શાળાઓ ચાલુ કરવા માટે કોવિડના કારણે મંજૂરી મળેલ ન હોઇ પ્રવેશ ફોર્મ ભરી રાખેલ હતું . ત્યારબાદ જુલાઇ -૨૦૨૧ ના અરસામાં શાળાઓ ચાલુ થઇ અને તેમાં અમો રુદ્ર શાળામાં ભણવા માટે નવદુર્ગા હાઇસ્કૂલમાં જતો હતો,શાળા શરૂ થયાના થોડાક જ દિવસોમાં નવદુર્ગા હાઇસ્કૂલ માંથી પિતા કમલેશભાઈ ને જણાવાયું કે તમારો બાબો વિજ્ઞાન પ્રવાહમાં ચાલશે નહીં . જેથી તમારા બાબાનો વિજ્ઞાન પ્રવાહમાંથી પ્રવેશ રદ કરાવી બીજી કોઇ લાઇન લેવડાવો તો સારુ,આ રીતે જો તેમને કોઈ બાળકનું ભણવાનું નબળું લાગતું હોય તો તેમની જવાબદારી બને છે કે તેઓ પોતે તેની પાછળ વધુ ધ્યાન આપી તેને સારું શિક્ષણ આપે, ત્યારબાદ શાળાના સંચાલકોના કહેવાથી રુદ્ર ને વિજ્ઞાન પ્રવાહમાંથી પ્રવેશ રદ કરાવવાનો નિર્ણય કર્યો અને ત્યારબાદ રુદ્રને આઇ.ટી. આઇ. માં પ્રવેશ માટે તજવીજ હાથ ધરી ત્યારે આઇ.ટી. આઇ. માંથી લીવીંગ સર્ટીફીકેટ માંગવામાં આવતા લીવીંગ સર્ટીફીકેટ કાઢવા માટે નવદુર્ગા હાઈસ્કૂલના સંચાલકનો સંપર્ક કર્યો . ત્યારે ત્યાંથી જણાવ્યું કે જો તમારે એલ.સી. જોઇતું હોય તો રૂ.૧૦,૦૦૦ / - ભરવા પડશે,હજુ તો ગણતરીના દિવસો જ સ્કૂલ ચાલુ થયે થયા છે અને વિજ્ઞાન પ્રવાહમાંથી તો પ્રવેશ તો રદ કરાવવાનો નિર્ણય સ્કૂલનો હતો,તો રૂ . ૧૦,૦૦૦ / - શાના આપવાના ? વાલીને એલ.સી.ની જરૂર હતી જેથી શાળાની માંગણી પુરી કર્યા સિવાય કોઇ બીજો વિકલ્પ ન હતો . જેથી વાલીએ  રૂ.૧૦,૦૦૦ / - ઓનલાઇન ટ્રાન્સફર કરવા માટે જણાવેલ ત્યારે સંચાલક એ કહ્યું કે નાણાંતો રોકડા જ ભરવા પડશે . ઓનલાઇન કે ચેકથી નાણાં અમારી શાળા સ્વીકારતી નથી, નાણાં ભરપાઇ થશે બાદ જ એલ.સી.નો પ્રોસેસ થશે ત્યારબાદ ૧૪/૯/૨૦૨૧ ના રોજ નાણાં ભરવામાં આવ્યા,શાળા દ્વારા કહેવાતા નાણાં ફી પેટે લીધેલ છે . પરંતુ આ તો એક માસનું એલ.સી.નું ભાડુ લીધુ હોવાના આક્ષેપ પણ વાલી એ રજુઆત માં કર્યા છે.માટે આ તમામ  મુદ્દાઓમાં જણાવેલા હકીકતની ઉંડાણ પૂર્વક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા વાલી કમલેશભાઈ વ્યાસ દ્વારા શિક્ષણમંત્રી અને શિક્ષણાધિકારી ને લેખિત રજુઆત કરવામાં આવી છે.
  આ બાબતે શાળાના આચાર્ય વિરલ પટેલે જણાવ્યું કે આ વિદ્યાર્થી ની નિયમ મુજબ સત્ર ફી લેવાના બદલે અમે ફક્ત અડધી સત્ર ફી લીધી હોય જે પણ વાલી ને ન ગમ્યું હોવાથી અમારી સંસ્થા ને બદનામ કરવા અરજી કરી હોય એમ અમને લાગી રહ્યું છે.બાકી અમે કઈ ખોટું કર્યું નથી.

(10:58 am IST)