Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

નર્મદા જિલ્લાના આશા વર્કર્સ બહેનોને સરકારી કર્મચારી તેમજ ૨૧ હજાર વેતન કરી આપવા કલેકટરને આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત આશા વર્કર્સ ફેડરેશન નર્મદા ડિસ્ટ્રીકટ કમિટિ દ્વારા જિલ્લાની આશા વર્કર્સ બહેનોને સરકારી કર્મચારી તેમજ 21 હજાર વેતન આપવા બાબતે મુખ્યમંત્રી ને સંબોધતુ આવેદનપત્ર નર્મદા કલેકટરને આપવામાં આવ્યું હતું.
આવેદનપત્ર માં જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર જે પ્રજાના સ્વાસ્થયને લઈને અર્બન હેલ્થ સેન્ટર ચલાવવામાં આવે છે . તેમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આશા વર્કસ બહેનો વર્ષોથી જવાબદારી પૂર્વક સેવા બજાવે છે બાળ મૃત્યદર , માતા મૃત્યુદર , પોલીયો , ટી.બી. , સ્વાઈન ફલુ , મેલેરીયા તેમજ કોરોના જેવી મહામારીમાં પણ સરકારની સાથે આ સમસ્યાઓને પોતાના જીવના જોખમે અંકુશમાં લેવામાં સફળતા મેળવી છે . કિશોર , કિશોરીઓ વિગેરેને લગતા સ્વાથ્યને લઈને જે સર્વે કરવામાં જે આવે તે સરકારની ગાઈડલાઈન મુજબ કરી આપે કે આ તમામ રોગોને અંકુશમાં લેવા આશા વર્કર્સ બહેનોને પારાવાર મુશ્કેલીઓનો સમાનો કરીને ચેપી , બિનચેપી રોગોનાં દર્દીઓ સુધી પોતાના જીવના જોખમે જઈને સર્વે કરી આપે છે આ તમામ કામોનું તેઓને માસીક વેતન આપવામાં આવતુ નથી આ કાર્ય કરવાના બદલામાં તેઓને ઈન્સેન્ટીવ રૂપી કાર્યના નાણા ચુકવવામાં આવે છે.અસહય મહેનત કર્યા બાદ મહિનાના અંતે પુરતા ઈન્સેન્ટીવના નાણાં મેળવવામાં ખુબ જ મુશ્કેલીઓ ઉભી થાય છે આશા વર્કર્સ બહેનો ખુબ જ સામાન્ય પરીવાર માંથી આવે છે તેમનુ પરીવાર ચલાવવા માં ખુબ જ મુશ્કેલીઓનો સામાનો કરવો પડે છે . જેમનું મોટા પ્રમાણમાં શોષણ કરવામાં આવે છે જેની અનેકવાર અધિકારીઓને રજુઆત કરવા છતા આશા વર્કર્સ બહેનો ને કોઈપણ જાતનો ન્યાય આપવામાં આવતો નથી . કોરોના મહામારી દરમીયાન આશા વર્કર્સ બહેનોની કામગીરીનું કોઈ યોગ્ય વેતન ચુકવવામાં આવેલ નથી . અમો કાયમી કર્મચારી નથી તે છતા અમને કર્મચારી જેવું કામ કરાવવામાં આવે છે અને અમે કામ કરીએ છીએ આશાએ આરોગ્યનો મુખ્ય પાયો સકાર ના ગોષણા મુજ 4 આશા બેહનોને ૧૫૦૦ રૂ ચુકવવાનું કહેવામાં આવ્યુ હતુ પણ આજદીન સુધા ચુકવવામા આવ્યા નથી માટે આશા વર્કર્સ બહેનો જે કાર્ય કરે છે તેને ધ્યાનમાં લઈ સરકારી કર્મચારી ઘોષિત કરવા તેમજ માસીક એકવીસ હજાર લઘુત્તમ વેતન કરી આપવા તેમજ અન્ય પ્રશ્નોના ઉકેલ લાવવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

(11:12 am IST)