Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

ટીંમ્બીપાડા ગામથી વિદેશી દારૂના રૂ.૨૮,૫૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડતી LCB, નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ પોલીસ અધિક્ષક નર્મદાએ જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા કામગીરી કરવા માટેની સુચના આપતા એ.એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ની બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોએ ડેડીયાપાડાના ટીંમ્બીપાડા ગામે ઇન્દ્રીકા સ્કુલની પાછળના ભાગેથી વિદેશી દારૂ સંતાડેલ જગ્યા ઉપર પ્રોહીબીશન અંગેની રેઇડ કરતા શૈલેષભાઇ ભુરાભાઇ વસાવા( રહે.ટીમ્બીપાડા તા.ડેડીયાપાડા) ને રેઇડ દરમ્યાન ઝડપી કાચના કવાટરીયા નંગ -૨૮૫ કિ.રૂ. ૨૮,૫૦૦નો મુદ્દામાલ મળી આવતા તેમજ મુકેશભાઇ ચંદુભાઇ ઓડ ઉર્ફે મુકેશ ગધેડાવાળો (રહે.ભરવાડ ચાલી ડેડીયાપાડાવાળા)એ આ પ્રોહી.નો મુદ્દામાલ આપેલ હોય ડેડીયાપાડા પો.સ્ટે.માં ગુનો નોંધી બંન્ને ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(11:15 am IST)