Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

ઘરફોડ ચોરીઓમાં તરખાટ મચાવી પ્રજા, પોલીસની ઉંધ હરામ કરનાર ગુન્હાગારોને પાસામાં ઘકેલતી રાજપીપળા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પોલીસ અધિક્ષક હિમરકસિંહ, નર્મદા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ રાજપીપલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માહે ૦૫/૨૦૨૧ તેમજ માટે ૦૬/૨૦૨૧ મહીનામાં ( ૧ ) રવિસીંગ તારાસીંગ સરદાર ( સીકલીગર ) (રહે.રણોલી બળીયાદેવનગર કૈલાશપતિ સોસાયટી સોસાયટીની બાજુમા તા.જી. વડોદરા હાલ રહે.રાજપીપલા કાલાઘોડા સર્કલ પાસે રેલ્વે ફાટકની બાજુમાં તા.નાંદોદ જી.નર્મદા) તથા તેના ભાણેજ ( ૨ ) રાજવિરસિંગ ઉર્ફે સલિંદર રાજાસિંગ સરદાર (રહે , રાજપીપલા કાલાઘોડા સર્કલ પાસે , રેલવે ફાટકની બાજુમાં તા.નાંદોદ જી.નર્મદા )નાઓ દ્વારા ગામ લાછરસ , થરી , વડીયા , વાવડી , કરાંઠા , તેમજ તિલકવાડા મુકામે અનેક ઘરફોડ ચોરીઓને અંજામ આપી તરખાટ મચાવતા જુદાજુદા ગુન્હાઓ દાખલ કરવામાં આવેલ જેની તપાસ દરમ્યાન બંન્ને આરોપીઓને જીલ્લા એલ.સી.બી. નર્મદા અધિકારી તેમજ તેમની ટીમના માણસોની મહેનતને પગલે ચોરીઓના ભેદો ઉકેલી નાખતા આરોપીઓને ઘરફોડ ચોરીઓના ગુન્હાઓમાં વિધીવત રીતે અટક કરી જેલમાં મોકલી આપવામા આવેલ હતા આરોપીઓ ત્રણેક મહીના જેલમાં રહી તમામ ગુન્હાઓમાંથી જામીન ઉપર તા .૨૩ / ૦૯ / ૨૦૨૧ નારોજ જેલ મુક્ત થતા અને આરોપીઓ દ્વારા અનેક ઘરફોડ ચોરીઓને અંજામ આપી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાવેલ હોય જેથી આમ જનતાની તેમજ પોલીસની ઉંધ હરામ કરી નાખેલ હોય ઘરફોડ ચોરીની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને લોકોની આર્થિક સલામતી તેમજ લોકો સારી રીતે રહી શકે તે માટે બંને આરોપીઓ સામે કડક પગલા લેવાની જરૂરીયાત હોય જેથી રાજપીપલા થાણા અધિકારી એમ.બી.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ તાબાના પો.સ.ઇ. આઈ.આર.દેસાઇ તેમજ પો.સ.ઇ. બી.આર.પટેલ ટીમ બનાવી આરોપીઓ સામે ગણતરીના જ કલાકોમા રાત - દિવસ સતત મહેનત કરી પાસા દરખાસ્તો તૈયાર કરી કલેક્ટર નર્મદા દ્વારા સામાવાળાઓને પાસા કેશમાં કચ્છ - ભુજ જેલ તેમજ પાલનપુર જેલ એમ અલગ - અલગ જેલોમાં મોકલવા માટેની અટકાયત હુકમ કરતા આ બંને ને અલગ - અલગ જેલોમાં ગણતરીના સમયમાં અટકાયત માં લઇ ધકેલી દઇ સરાહનીય કામગીરી કરતા ઘરફોડ ચોરીઓ કરનાર ઇસમો માં ફફડાટ ફેલાયો છે

(11:17 am IST)