Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

પાટણ જિલ્લામાં સર્વત્ર મેઘસવારી : પાટણમાં નીચાળવાળા વિસ્તારમા પાણી ભરાયા

પાટણ ,સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્માં પંથકમાં ધોધમાર વરસાદ:પાટણના બે રેલવે ગરનાળા, કોલેજ રોડ પરનો અંડરબિજ, શ્રમજીવી રોડ, કે.કે ગર્લ્સ હાઈસ્કૂલ ઝવેરી બજાર, બુકડી, રાજકા વાડા, બી એમ હાઈસ્કૂલ રોડ, પારેવા સર્કલ, પિતાબમર તળાવ સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

પાટણ જિલ્લામાં 5 દિવસના વિરામ બાદ આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદને લઈ વાતાવરણમાં ઠડંક પ્રસરી જવા પામી છે. ત્યારે સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્માં પંથકમાં વરસાદી ઝાપટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાટણ જિલ્લામાં સવાથી એક ઈંચ વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. પાટણ શહેર સહિત જિલ્લાના 4 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

પાટણ શહેર સહિત સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્મા સહિતના પંથકમાં વરસાદ પડ્યો હતો. ત્યારે પાટણ શહેરમાં સવારથી જ અવિરત વરસાદના કારણે બે રેલવે ગરનાળા, કોલેજ રોડ પર બનાવાયેલો અંડરબિજ, શ્રમજીવી રોડ, કે.કે ગર્લ્સ હાઈસ્કૂલ ઝવેરી બજાર, બુકડી, રાજકા વાડા, બી એમ હાઈસ્કૂલ રોડ, પારેવા સર્કલ, પિતાબમર તળાવ સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયાં હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

વરસાદી આંકડાપાટણ જિલ્લામાં સવારે 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીના વરસાદી આંકડા જોઈએ તો પાટણમાં 17 મિ.મી, સરસ્વતીમાં 33 મિ.મી, સિદ્ધપુરમાં 19 મિ.મી, અને ચાણસ્મામાં 6 મિ.મી વરસાદ નોંધાયો હતો.

(5:11 pm IST)