Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

અમદાવાદમાં સંભવિત કોરોના વાયરસની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા તમામ તૈયારી

એસવીપી હોસ્પિટલમાં આઈસીયું અને ઓક્સિજન બેડ વધારવાની ચર્ચા

અમદાવાદમાં સંભવિત કોરોના વાયરસની ત્રીજી લહેરને ધ્યાનમાં એએમસી દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે. ત્યારે શહેરની એસવીપી હોસ્પિટલમાં આઈસીયું અને ઓક્સિજન બેડ વધારવાની ચર્ચા કરવામાં આવી રહી છે.

SVP હોસ્પિટલમાં 9થી 11 માળમાં ICU બેડની સંખ્યા વધારવા માટે રૂ.8 કરોડ 43 લાખના ખર્ચે ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમના સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગ તેમજ વોરંટી પિરિયડ બાદ એક વર્ષના કોમ્પ્રિન્હેન્સિવ મેઇન્ટેનન્સની કામગીરી સોંપવાની કવાયત હાથ ધરાઇ છે. આ હેતુસર સોમવારે યોજાનારી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં બે દરખાસ્ત રજૂ કરાશે.

કોરોનાની સંભવિત થર્ડ વેવની શક્યતાને ધ્યાનમાં લઇને મ્યુનિ. તંત્ર સજ્જ બની રહ્યું છે અને કોરોનાની મહામારીનો સામનો કરવા પગલાં લેવામાં આવી રહ્યા છે. વૈજ્ઞાનિકો અને તજજ્ઞ ડોકટરોના અભિપ્રાય મુજબ આગામી સમયમાં કોવિડ-19નો થર્ડ વેવ આવવાની પૂરેપૂરી શકયતા હોવાથી હોસ્પિટલોમાં ICU બેડ અને ઓક્સિજન બેડ સંખ્યામાં વધારો કરવા અંગે ઉચ્ચકક્ષાએ નિર્ણય લેવામાં આવ્યો છે.

(5:13 pm IST)