Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

વિરમગામ તાલુકાના ખેતરપાલ દાદાના સાનિધ્યમાં નળકાંઠાના સર્વ સમાજના યુવાનોની મિટિંગ મળી

નવા આયામ પર પહોંચવા અને નળકાંઠાનો સર્વાંગી વિકાસ કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : તારીખ 26 સપ્ટેમ્બર 2021ના રોજ વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં રૂપાવટી, કિશોલ, ઝેઝરા, અસલગામ, સુરજગઢ એમ પાંચ ગામના સીમાડે આવેલા ખેતરપાલ દાદાના સાનિધ્યમાં નળકાંઠાના સર્વ સમાજના યુવાનોની મિટિંગ મળી હતી. આ મિટિંગમાં કોળી પટેલ, અનુસૂચિત જાતિના ભાઇઓ હાજર રહ્યાં હતાં. એક નવા આયામ પર પહોંચવા અને નળકાંઠાનો સર્વાંગી વિકાસ કરવા માટે આ બેઠકમાં સર્વે જાતીના લોકોને સાથે રાખીને એમનો આર્થિક, સામાજિક, સંસ્કૃતિક,ધાર્મિક ક્ષેત્રનો વિકાસ થાય, સામાજિક સમરસતા - સમાનતા આવે, યુવાનો જાગૃત બની વ્યસનમુક્તિ તરફ વળે, લોકોને સરકારી લાભ મળે, મહિલા જાગૃતિ વધે એ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ મીટીંગમાં  શામજીભાઈ, સંજીવભાઈ, માધવભાઈ, રોહિતભાઈ, મહેશભાઈ, રસિકભાઈ, શૈલેષભાઇ સહીતના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(5:35 pm IST)