Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

ગુજરાત તાલુકા પંચાયત માં ફરજ બજાવતા કર્મચારીઓએ ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના જુદા મંત્રીઓ તેમજ સરકારી અધિકારીઓને કર્મચારીઓ ઉપર થતા અન્યાય બાબતે રૂબરૂ મળી રજૂઆત કરી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ગુજરાત તાલુકા પંચાયત માં ફરજ બજાવતા કર્મચારીઓએ ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના જુદા મંત્રીઓ તેમજ સરકારી અધિકારીઓને કર્મચારીઓ ઉપર થતા અન્યાય બાબતે રૂબરૂ મળી રજૂઆત કરી હતી

 ગાંધીનગર ખાતે ગુજરાત રાજયના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા નાયબ ચીટનીસ,નાયબ હિસાબનીશ, વહીવટ અને હિસાબી કેડરના સિનિયર કલાર્ક અને જુનિયર કલાર્ક પોતે જ પોતાને થતાં અન્યાય બાબતે રજુઆત કરવા સ્વયંભુ ગાંધીનગર ખાતે ભેગા થયા હતા. "ટીમ ગુજરાત પંચાયત કેડર (વહીવટ અને હિસાબી કેડર)ની ટીમ"ના માધ્યમ થકી બધા કર્મચારીઓ એકી અવાજે ભેગા થયા હતા અને મંત્રી  અને અધિકારીઓ ને પોતાને થતાં અન્યાય જેમ કે "સિનિયર કલાર્કની (વહીવટ અને હિસાબી)કેડરની જગ્યા નાયબ ચીટનીસ અને નાયબ હિસાબનીસ કેડરમાં અપગ્રેડ" કરવાની રજુઆત કરવા માટે ભાગે મળ્યા હતા. ટીમ ગુજરાત કર્મચારી યુનિયન વતી કર્મચારીઓએ ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના મંત્રી કનુભાઈ દેસાઇ મંત્રી (નાણાં વિભાગ), બ્રિજેશભાઈ મેરજા , મંત્રી (શ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્રહવાલો) પંચાયત સ્વતંત્ર હવાલો) વિભાગ,  નરેશભાઈ પટેલ માન.મંત્રી (આદિ જાતિ વિકાસ, અન્ન અને નાગરીક પુરવઠો અને ગ્રાહકોની બાબતો)વિભાગ તેમજ  વિપૂલ મિત્રા ,IAS અધિક મુખ્ય સચિવ (પંચાયતગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ),  મનીષા ચંદા મેડમ,IAS.સેક્રેટરી (નાણાં વિભાગ) ગાંધીનગર અને  જે. ડી. દ્વિવેદી ,નાયબ સચિવ, (પંચાયત વિભાગ) અને (ગૃહ નિર્માણ) વધારાનો હવાલો, સચિવાલય,ગાંધીનગર ખાતે રજુઆત કરી હતી.
ગુજરાત રાજયના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા વર્ગ–૩ કેડરના નાયબચીટનીસ, નાયબ હિસાબનીશ, વહીવટ અને હિસાબી કેડરના સિનિયર કલાર્ક અને જુનિયરકલાર્ક પોતે જ પોતાને થતા અન્યાય જેમ કે સિનિયર કલાર્કની (વહીવટ અને હિસાબી)કેડરની જગ્યા નાયબ ચીટનીસ અને નાયબ હિસાબનીસ કેડરમાં અપગ્રેડ કરવા બાબતેસ્વયંભુ જોડાયા હતા. અને રજુઆત બાદ તમામ કર્મચારીઓએ હર્ષની લાગણી અનુભવી હતી.
ગાંધીનગર ખાતે વિવિધ જિલ્લાના સ્વયંભુ ભેગા થયેલ કર્મચારીઓએ પોતાના જિલ્લાના એમ.એલ.એ. મંત્રી  અને સાંસદ ને પણઉકત અન્યાય બાબતે રજુઆત કરી હતી.
તેમ ધોરાજીના તાલુકા પંચાયતના કર્મચારી સંજયભાઈ જોશી એ યાદીમાં જણાવ્યું હતું

(5:39 pm IST)