Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

ગુજરાતમાં ત્રણ વર્ષમાં 629 કરોડનું સાયબર ફ્રોડ : રાજ્યના 1436 નાગરિકો બન્યા શિકાર

ફ્રોડની ૧૦૩૪ માત્ર ૨૭૫ ગુના ઉકેલાયા :ડિસેમ્બર- ૨૦૨૦ની સ્થિતિએ ૭૫૮ ગુના વણઉલ્યા:રાજ્યના 10 જિલ્લામાં એકપણ રૂપિયો પીડિત નાગરિકોને પરત અપાવી શકાયો નથી : ગત વર્ષે એકલા અમદાવાદ જિલ્લામાં 587 કરોડનથી વધુનું ફ્રોડ થયાની 22 નાગરિકોની ફરિયાદ

અમદાવાદ : રાજયમાં છેલ્લા ૩ વર્ષમાં ૧,૪૩૬ નાગરીકો સાથે રૃ.૬૨૯ કરોડ ૬૫ લાખથી વધારે રકમના સાઈબર ફ્રોડ થયા છે. વિધાનસભામાં ગૃહ વિભાગે રજૂ કરેલા આંકડા મુજબ ડિસેમ્બર- ૨૦૧૭થી ડિસેમ્બર- ૨૦૨૦ વચ્ચે અજાણ્યા નંબરથી આવતા મોબાઈલ કોલ્સ, ઓનલાઈન શોપિંગ જેવા ફ્રોડમાં સાઈબર પોલીસ માત્ર ૬૦ નાગરીકોને ૩ કરોડ ૯૫ લાખ એટલે કે ૦.૬૭ ટકા જ પરત અપાવી શકી છે. ૯૯.૨૩ ટકા નિષ્ફળ રહી છે.

ડિસેમ્બર- ૨૦૧૭માં ૧૪મી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી. એપ્રિલ- ૨૦૧૯માં લોકસભા અને માર્ચ- ૨૦૨૦માં રાજ્યસભાની ચૂંટણીઓ પણ યોજાઈ છે. આ ત્રણ વર્ષમાં કોંગ્રેસમાંથી પક્ષપલ્ટામાં કથિતપણે ભાજપ દ્વારા ધારાસભ્યોના ખરીદ- વેચાણને કારણે વિધાનસભાની ૧૩ બેઠકો ઉપર પેટા ચૂંટણીઓ નાગરીકોના માથે થોપાઈ છે. એટલુ જ નહિ, ડિસેમ્બર- ૨૦૨૦માં પાલિકા- પંચયાતોની ચૂંટણી હતી. પાતળી બહુમતીએ સત્તામાં પરત આવેલી ભાજપ સરકાર સામે ઉઠતા અવાજ, ટ્વિટર, ફેસબૂક, વોટ્સએપમાં સરકાર વિરોધી કે ટિકાત્મક પોસ્ટ સામે સૌથી વધુ પોલીસ ફરિયાદો પણ આ જ સમયગાળામાં થઈ છે. જેની પાછળ સાયબર ક્રાઈમ સેલની મજબૂત ભૂમિકા રહ્યાનો અવાજ સરકારી નોકરી માટે લડતા યુવાનોથી લઈને ખેડૂતો સહિતના આંદોલનકારીઓ આક્ષેપ કરતા રહ્યા છે.

વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પછીના ત્રણ વર્ષમાં અને તેમાંય કોવિડ-૧૯ની મહામારી બાદ અચાનક જ ગુજરાતમાં સાઈબર સેલનું નેટવર્ક વધારી દેવાયુ છે. ગૃહ વિભાગના દાવા મુજબ વર્ષ ૨૦૧૯-૨૦માં જ પોલીસ કમિશનરેટ, રેન્જ અને ઝ્રૈંડ્ઢ ક્રાઈમ સ્તરે રહેલા ૧૪ પોલીસ સ્ટેશનોનો વ્યાપ વધીને હવે જિલ્લા સ્તરે કરી દેવાયો છે. હાલમાં રાજ્યમાં કુલ ૨૪ સાઈબર પોલીસ સ્ટેશનો છે. જ્યાં ૈંછજીથી લઈને છજીૈં સહિત સાઈબર ક્રાઈમના ૭૨૦ એક્સપર્ટ કાર્યરત છે. છતાંયે ઈન્ફોર્મેશન ટેકનોલોજીના પ્લેટફોર્મથી થયેલા ફ્રોડની ૧૦૩૪ માત્ર ૨૭૫ ગુના ઉકેલાયા છે. ડિસેમ્બર- ૨૦૨૦ની સ્થિતિએ ૭૫૮ ગુના વણઉલ્યા છે. હવે જ્યારે ૧૫મી વિધાનસભા ચૂંટણીને આડે માત્ર ૧૩ મહિના જ રહ્યા છે તેવામાં જાસુસીમાં મસ્ત સાઈબર પોલીસ ભોગ બનેલા નાગરીકોના કરોડો રૃપિયા પરત અપાવી શકશે કે કેમ તે જોવુ રહ્યુ. ગુજરાતની પોલીસ અને તેમાંય ૈંઁજી સ્તરના સાઈબર એક્સપર્ટ ઓફિસરોના નેતૃત્વમાં છેક દુબઈ, નેપાળથી આતંકવાદી ષડયંત્રોના આરોપસર આરોપીઓને પકડીને અમદાવાદ લાવી છે. આવા જ ઓફિસરોના હવાલેથી ગૃહ વિભાગે લેખિતમાં જણાવ્યુ છે કે, ” અધિકાંશ ગુન્હાઓમાં આરોપીઓ ખોટા દસ્તાવેજોથી સીમકાર્ડ, બેન્ક એકાઉન્ટ, વોલેટ રાખે છે. સીમકાર્ડની તપાસ કરીએ એટલે આવી કોઈ વ્યક્તિ (આરોપી) મળતી નથી. બેન્ક એકાઉન્ટની તપાસમાં બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, મુંબઈ, પિૃમ બંગાળ, ઉત્તરાખંડ જેવા રાજ્યોની ફિન્લો કે પ્રાઈવેટ બેંકો હોય છે. જેમની પાસે પણ કોઈ વિગતો હોતી નથી. આ સ્થિતિમાં આરોપીઓની સાચી વિગતો જ મળતી નથી”

ગુજરાતમાં ત્રણ વર્ષમાં રૃ.૬૨૯ કરોડ ૬૫ લાખથી વધારે સાઈબર ફ્રોડના ગુના નોંધાયા છે. જેમાંથી વર્ષ ૨૦૨૦માં માત્ર અમદાવાદ શહેર સહિત જિલ્લામાં રૃ.૫૮૭ કરોડ ૩૯ લાખથી વધારે રકમનું ફ્રોડ થયાની ૨૨૨ નાગરીકોએ ફરીયાદ કરી છે. ગતવર્ષે ૨૪મી માર્ચથી કોરોનાની મહામારીને કારણે લોકડાઉન રહ્યુ છે. આ સમયગાળામાં પણ સૌથી વધારે સાઈબર ફ્રોડના બનાવો બન્યા છે.

આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી બોટાદ, ગીર સોમનાથ, પોરબંદર, નર્મદા, મહીસાગર, ડાંગ એમ ૧૦ જિલ્લામાં ત્રણ વર્ષમાં સાઈબર ફ્રોડના ગુન્હામાં ટેકનોક્રેટ પોલીસ આર્િથક મંદીના કાળમાં ખરી મહેનતની કમાણીનો એક પણ રૃપિયો પિડીત નાગરીકોને પરત અપાવી શકી નથી. જ્યારે ખેડા, ગાંધીનગર, નર્મદા, પોરબંદર અને નવસારીમાં માંડ એક ગ્રાહકના પૈસા પાછા આવ્યા છે.

સાઈબર ફ્રોડ અટકાવવા પોલીસે શું કર્યુ ? જવાબમાં ગૃહ વિભાગે કહ્યુ કે, જાણ્યા ઈસમનો ફોન આવે તો ર્ં્ઁ, પાસવર્ડ કે ડેબિટ કાર્ડ નંબર ન આપવા જાહેર જગ્યાએ પેમ્પલેટ લગાવ્યા છે ! તદ્ઉપરાંત ર્ંન્ઠ ઉપર ૮૫૨ જેટલી ફેક ૈંડ્ઢ, કસ્ટમર કેર રિલેટેડ ૯૪ ફ્રોડ સાઈટ અને ગુગલ એડ્સ તથા ફિસિંગ પેજની ટોટલ ૨૪૨ ફેક વેબસાઈટ બંધ કરાવી અને નાગરીકોને ૬ લાખ જીસ્જી કર્યા છે

(9:21 pm IST)