Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

મહીસાગર જિલ્લાના કાંદાના ડેમની બાજુમાં બિરસ મુંડાની મૂર્તિ ને અજાણ્યા શખ્સો એ ખંડિત કરતા ભારે રોષ

ભગવાનની જેમ પૂજા કરતા આદિજવાસી સમાજ આગેવાનોએ પોલિશ ફરિયાદ કરી

કડાણા ડેમની બાજુમાં આવેલી બિરસા મુંડાની મૂર્તિને અજાણ્યા લોકો દ્વારા ખંડીત કરવામાં આવી હતી| કડાણા ડેમની બાજુમાં વિશ્વ આદિવાસી દિવસે બિરસા મુંડાની મૂર્તિને સ્થાપિત કરવામાં આવી હતી| બિરસા મુંડાની મૂર્તિને આદિવાસી સમાજે પોતાના સ્વખર્ચે સ્થાપના કરી હતી| ત્યારે મૂર્તિ ખંડિત થયાની જાણ થતાં સમગ્ર આદિવાસી સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે| ખંડીત કરવામાં આવેલ મૂર્તિ સ્થળે આદિવાસી યુવાનો અને કાર્યકરો ઉમટ્યા હતા| ત્યારે કડાણા પોલીસે પણ ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી છે|કહેવાય છે કે, આદીવાસી સમાજ બિરસા મુંડાને પોતાના ભગવાનની જેમ પૂજા કરે છે| અહીં મંદિરમાં આદિવાસીસમાજના લોકો ભગવાન માની પુજા કરે છે| જેથી થોડા સમય પહેલા જ અહીં બિરસા મુંડાની વિશાળ અને મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી| પ્રતિમાની સ્થાપના વખતે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજની લોકો આવી પહોચ્યા હતા. આ દિવસની હજારો લોકોએ આગવી ઓળખ રહેણી કરણી અને વેશભૂષા સાથે દેશી ઢોલ નગારા સાથે આદીવાસી નૃત્ય કરી ઉજવણી કરી હતી.બિરસા મુંડાએ ફક્ત 25 વર્ષ જેટલી જ ઉંમરે જ પોતાના અધિકારો અને સ્વાયત્તતા માટે અંગ્રેજી હકુમત સામે અવાજ ઉઠાવ્યો હતો અને શહીદ થઈ ગયા હતા. તેમના રાષ્ટ્રીય પ્રભાવ અને ખુમારી જોતા 2000ની સાલમાં તેમની જ્યંતી પર ઝારખંડ રાજ્ય બનાવવામાં આવ્યું હતું. પોતાના સમાજ માટે તેમણે ઘણો સંઘર્ષ કર્યો હતો. જેથી કડાણા ડેમની બાજુમાં વિશ્વ આદિવાસી દિવસે બિરસા મુંડાની મૂર્તિને સ્થાપિત કરવામાં આવી હતી.તેમની યાદમાં મહીસાગરના કડાણા ડેમની બાજુમાં આવેલી બિરસા મુંડાની મૂર્તિને સ્થાપિત કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસે સ્થાપિત કરવામાં આવેલી બિરસા મુંડાની મૂર્તિને અજાણ્યા લોકોએ ખંડીત કરતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખંડીત કરવામાં આવેલ બિરસા મુંડાની મૂર્તિ સ્થળે આદિવાસી યુવાનો અને કાર્યકરો માટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આનો વિરોધ કર્યો હતો. ત્યારે કડાણા પોલીસે પણ ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી છે. આદિવાસી સમાજ વર્ષોથી સંઘર્ષ કરતો આવ્યો છે. છતા તેમની સાથે આવુ વર્તન થવું એ નિંદનીય વર્તન છે

(9:53 am IST)