Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

સિનિયર આઈપીએસની બદલીઓ, બે મહાનુભાવોના ડોકા હલાવવાની જ રાહ જોવાઇ છે

ત્રણ વર્ષ પૂર્ણ કરનાર આઇપીએસ સાથે વડોદરા અને જૂનાગઢ રેન્‍જ સહિત ખૂબ મહત્‍વના ખાલી સ્‍થાન ભરી ચૂંટણી પંચને રિપોર્ટ આપવા આડે ફકત ૪ દિવસ જ બાકી છે : આમ આદમી પાર્ટીની સક્રિયતા વચ્‍ચે આંદોલનની ભરમારને કારણે કે.કૈલાશનાથનજી અને હર્ષભાઈ સંઘવીની વ્‍યસ્‍તતાને કારણે અગાઉ લેવાયેલ મંજૂરી અંગે ફાઇનલ લીલીઝંડી મેળવવાની જ બાકી છે : સીઆઈડી ક્રાઇમમા ડીજી લેવલના અનિલ પ્રથમ પર તેમના સાહેબ તરીકે તેમનાથી જુનિયર આવી જતા, રજા પર ગયેલા આ આઇપીએસને સારી નહિ કેવી સાઈડ લાઈન પોસ્‍ટ આપવી તે મથામણ પણ ગાંધીનગરમા ચાલે છે

રાજકોટ, તા.૨૬: આમ આદમી પાર્ટીની સક્રિયતા અને વિધાનસભા ચૂંટણી સમયે વિવિધ આંદોલનની ભરમાર,વડાપ્રધાન અને કેન્‍દ્રીય ગળહ મંત્રીના ઝંઝાવાતી પ્રવાસને કારણે ત્રણ વર્ષ પૂર્ણ કરનાર સિનિયર આઇપીએસ અધિકારીની બદલી કરી  કેન્‍દ્રીય ચૂંટણી પંચને સર્ટિફિકેટ આપવા આડે ફકત ૪ દિવસ બાકી હોવા છતાં જે ધમધમાટ કે ચર્ચાના અભાવ હોવાથી આઇપીએસ અધિકારીઓમા ઉત્‍કંઠા બધી છે.    

 ટોચના સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ આ ફેરફાર જેમને કરવાના હોવાનું કહેવાય છે તેવા કે. કે.ના નામથી જાણીતા કેન્‍દ્રના વિશ્વાસુ નંબર ૧ કે.કૈલાશનાથનજી અને ગ્રહ મંત્રી હર્ષભાઈ સંઘવી વચ્‍ચે ચર્ચા આ અગાઉ થયેલ જ છે, પરંતુ ગળહ મંત્રાલય ઓર્ડર કાઢતા પહેલા આ બંનેની લીલીઝંડી ની રાહ જોવે છે.       

આ દરમિયાન એક નવી સમસ્‍યા ઊભી થયેલ છે, કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈના ખૂબ વિશ્વાસુ અને ગુજરાત આઇબીમા લાંબો સમય ફરજ બજાવનાર મૂળ ગુજરાતી અધિકારી રાજુ બ્રહંમભટને શરૂઆતમાં કદર થાય બાદ લાંબા સમયથી બિન મહત્‍વના સ્‍થાને હતા તેમને અચાનક સીઆઈડી ક્રાઈમના વડા તરીકે સિંગલ ઓર્ડર આપતો હુકમ થયો, નવાઈની વાત એ છે કે રાજુ બ્રહ્મભટ્ટ આ વિભાગના હેડ બન્‍યા પરંતુ તેમના કરતા સિનિયર એવા ડીજી લેવલના અનિલ પ્રથમ આ વિભાગમાં છે, હવે સ્‍થિતિ એ સર્જાણી છે કે પોતાના કરતા જુનિયર અધિકારીને પોતે કામગીરીનો હિસાબ આપવો પડે, આ સ્‍થિતિ નિવારવા અનિલ પ્રથમ એક માસની રજા પર ચાલ્‍યા ગયા છે, આં બાબતનો નિવેડો લાવવા માટે તેઓ કેન્‍ડની ગુડ બુકમાં ન હોવાથી તેમને હોમ ગાર્ડ ડીજી અથવા સ્‍ટેટ ક્રાઇમ રેકોર્ડ વિભાગ જેવા સાઈડ લાઈન જેવી કોઈ પોસ્‍ટ અપગ્રેડ કરી બદલી કરવામાં આવે.  

ફરી મૂળ વાત કરીએ તો વડોદરા રેન્‍જ તથા જૂનાગઢ રેન્‍જ જેવી મહત્‍વની જગ્‍યા ખાલી છે, રાજકોટ રેન્‍જ સહિત ઘણા સ્‍થાનો ર્પ અધિકારીઓ ૪ વર્ષથી વધુ સમય થયા ફરજ બજાવે છે, રાજ્‍યના લાંચ રૂશ્વત વિરોધી વિભાગ જેવા વિભાગ સહિત થોક બંધ સ્‍થાનો ખાલી છે, એને અધિકારીઓ પાસે એક કરતા વધુ ચાર્જ છે તેવા સમયે હવે ઓર્ડર ગમે ત્‍યારે નીકળશે, માત્ર એક સુપર પાવર ધરવતા આઇએએસ અને ગળહ મંત્રી ડોકું ધુણાવે તેટલી જ વાર છે,ભારે વ્‍યસ્‍તતા વચ્‍ચે આ બન્ને મહાનુભાવ ડોકું ધુણવે તેની પ્રતીક્ષા સિનિયર આઇપીએસ કરી રહ્યા છે, રેન્‍જ સિવાય પણ કેટલાક મહત્‍વના ફેરફાર છે, ભૂતકાળમાં થયેલ ભૂલ ન થાય તે માટે છાસ પણ ફૂંકી ફૂંકી પીવાય છે.

(3:26 pm IST)