Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

સુરતના સરથાણા વિસ્તારમાં ડાયમંડ પેઢીમાં નોકરી કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી યુવકે છેતરપિંડી આચરતા ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી

સુરત: શહેરના સરથાણા વિસ્તારની ડાયમંડ પેઢીમાં નોકરી કરતી 22 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સાથે કામ કરતા યુવાને ઓફિસમાં, હોટલમાં અવારનવાર બળજબરીથી શરીર સંબંધ બાંધી બાદમાં તું બીજી જ્ઞાતિની છે તારી સાથે લગ્ન નહીં કરી શકું તેમ કહી તરછોડી દીધી હતી. આ બનાવમાં સરથાણા પોલીસે અપરણિત સાથી યુવાનની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી સરથાણા વિસ્તારની ડાયમંડ પેઢીમાં નોકરી કરે છે. યુવતીની સાથે કામ કરતા અપરણિત રાજદિપ મનસુખભાઇ સુતરીયા ( ઉ.વ..28, રહે. ધર નં.7, વિરાટ નગર સોસાયટી, શ્રીજી નગર સોસાયટી સામે, કાપોદ્રા, સુરત. મુળ રહે.બલદાણા, તા.વઢવાણા, જી.સુરેન્દ્રનગર ) એ વર્ષ અગાઉ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને તેને લગ્નની લાલચ આપી ઓફિસમાં, પોતાના ઘરે, મિત્રના ફ્લેટ ઉપર તેમજ કામરેજ વિસ્તારની ઓયો હોટલમાં લઈ જઈ મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. જોકે, જયારે યુવતીએ જયદિપને લગ્ન કરવા કહેતા તેણે તું બીજી જ્ઞાતિની છે તારી સાથે લગ્ન નહીં કરી શકું તેમ કહી તરછોડી દીધી હતી. આ અંગે આખરે ગત 10 ઓગષ્ટના રોજ યુવતીએ રાજદિપ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગતરોજ રાજદિપ મનસુખભાઇ સુતરીયા ( ઉ.વ.28, રહે.ધર નં.7, વિરાટ નગર સોસાયટી, શ્રીજી નગર સોસાયટી સામે, કાપોદ્રા, સુરત, મુળ રહે.બલદાણા, તા.વઢવાણા, જી.સુરેન્દ્રનગર ) ની ધરપકડ કરી હતી.

(5:12 pm IST)