Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ગાંધીનગરના ઇન્‍દ્રોડા ગામ પાસે ગોળીબારમાં સાયકલ સવાર કિરણ મકવાણાનું મોત થતા પરિવારમાં શોકનું વાતાવરણ ફેલાયુ

અંગત અદાવતના કારણે ફાયરીંગ થયુ કે અન્‍ય કારણોસર તે દિશામાં પોલીસ તપાસ આરંભાઇ

ગાંધીનગરઃ રાજ્‍યના પાટનગર ગાંધીનગર સેક્‍ટર 10માં આવેલી બિજ નિગમની કચેરી બહાર ગોળીબાર થતા ગૃહ વિભાગમાં પટ્ટાવાળાની નોકરી કરતા 40 વર્ષીય કિરણ મકવાણાનું મોત નિપજ્‍યુ હતુ. મૃતક સવારે 10 વાગ્‍યે સાયકલ પર નોકરીએ જઇ રહ્યા હતા ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. અંગત અદાવતના કારણે ફાયરીંગ કરાયુ કે કોઇ અન્‍ય કારણ ? તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજધાની ગાંધીનગરના ઈન્દ્રોડા ગામ પાસે ફાયરીંગની ઘટના બની હતી.  ધોળા દિવસે થયેલા ફાયરીંગની ઘટનામાં કિરણ મકવાણા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. ગાંધીનગરના સેક્ટર 10 ખાતે થયેલા ખાનગી ગોળીબાર વિશે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા જ પોલીસ દોડતી થઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યના પાટનગરમાં ધોળા દિવસે ફાયરીંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. ગાંધીનગર સેક્ટર-10 માં આવેલી બિજ નિગમની કચેરી બહાર ફાયરીંગ કરાયુ હતું. અજાણ્યા બાઇક સવાર દ્વારા સાયકલ પર પસાર થઈ રહેલા કિરણ મકવાણા નામના શખ્સ પર એક રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યુ હતું. આ ઘટનામાં ઈન્દ્રોડા ગામના રહેવાસી 40 વર્ષીય કિરણ મકવાણા મોત થયું છે. કિરણ મકવાણા સચિવાલયના ગૃહ વિભાગમાં પટાવાળાની નોકરી કરી કરતા હતા. તેઓ સવારે 10 વાગ્યાની આસપાસ પોતાની સાયકલ પર નોકરીમાં જઈ રહ્યા હતા. ત્યારે બિજ નિગમ પાસે તેમના પર ફાયરીગ કરવામાં આવ્યું હતું.

પોલીસે હાલ આ મામલે તપાસ ચાલુ કરી છે. અંગત અદાવતના કારણે ફાયરિંગ કરાયું કે અન્ય કોઈ કારણ હોઈ શકે તે દિશામાં તપાસ આરંભાઈ છે. મૃતક કિરણ મકવાણા પરિવારમાંના 3 ભાઈઓમાં એક છે. જેમાં કિરણ મકવાણા મોટા હતા. કિરણ મકવાણાના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. ઘટનાની જાણ થતાં જ પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ સમગ્ર પરિવાર અને ઈન્દ્રોડા ગામમાં શોકનું વાતાવરણ ફેલાયું છે.

(6:02 pm IST)