Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

અમદાવાદમા નવરાત્રીના પહેલા જ નોરતાએ પૂર્વ વિસ્તારમાં વરસાદ: આયોજકો-ખેલૈયાઓ ચિંતિત

હાટકેશ્રવર ખોખરા-મણિનગર-અમરાઈવાડી જશોદાનગર CTM વટવા-ઘોડાસર-ઈશનપુર વસ્ત્રાલ સહિતના વિસ્તારોમા વરસાદ

અમદાવાદ :આજે સમગ્ર દેશમાં નવરાત્રીનો ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમા નવરાત્રીના પહેલા જ નોરતાના દિવસે શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. હાટકેશ્રવર ખોખરા-મણિનગર-અમરાઈવાડી જશોદાનગર CTM વટવા-ઘોડાસર-ઈશનપુર વસ્ત્રાલ સહિતના વિસ્તારોમા વરસાદ વરસી રહ્યો છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, કરોડિયા ઘરમાં જાળા બાંધવા લાગ્યા છે એટલે ધીરે ધીરે વરસાદની વિદાય થશે. વરસાદની વિદાય વચ્ચે પણ હજી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં રાજ્યના કોઇપણ ભાગમાં વરસાદ આવવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ક્યાંક વરસાદ આવી શકે છે.

 

(9:29 pm IST)