Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

રાજપીપળા નવરાત્રીમાં ગરબે ઘુમતા ખેલૈયાને તકલીફ ના પડે એ માટે પાલિકાએ તાત્કાલિક રોડ બનાવ્યો

ભૂગર્ભ ગટર લાઈનો અને ગેસ લાઈનોથી ખોદાયેલ રોડને કારણે ગરબા રમવા મુશ્કેલ હોય પાલિકાએ તાત્કાલિક કામ હાથપર લીધું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલા શહેર હાલ ભૂગર્ભ ગટર લાઈન અને ગેસલાઇન ની કામગીરી ચાલતી હોય વિવિધ વિસ્તારો ખોદાયેલા હોવાથી સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે પરંતુ જ્યાં સુધી આ કામગીરી પૂર્ણ થાય નહિ ત્યાં સુધી રાજપીપલા નગરપાલિકાથી તેના પર રોડ બનાવાય નહિ અને બનાવે તો પાછું ખોદકામ થયું તો એટલે હાલ પાલિકા કામગીરી પૂર્ણ થાય તેની રાહ જોઈ રહી ત્યારે આજથી નવરાત્રીની શરૂઆત થનાર હોય કેટલાય વિસ્તારોમાં જ્યા ગરબા રમાનાર છે એવા ગ્રાઉન્ડ માં પણ ઉબડ ખાબડ રસ્તા છે. ખોદાયેલા રસ્તાને કારણે ખેલૈયાઓ ગરબા રમી શકે તેમ નથી ત્યારે સ્થાનિકોની માંગને આધારે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે તાત્કાલિક બેઠક બોલાવી આવા વિસ્તારોમાં રસ્તા બનાવી આપવા કે જેથી ગરબા રમતા ફાવે આ કામગીરી મુખ્ય આધિકારી રાહુલદેવ ઢોળીયા અને તમામ સભ્યોની સહમતીથી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે.

આ બાબતે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે માં આદ્યશક્તિના પવન પર્વનો પ્રારંભ થયો છે અને કોરોના બાદ ત્રણ વર્ષ બાદ આજે ખેલૈયાઓને ગરબાની મોઝ પડે એ માટે લીમડા ચોક, દરબાર રોડ, કાછીયાવાડ અને દોલત બજાર નવરાત્રીમાં ખેલૈયા ઓને કોઈ તકલીફ ન પડે માટે તૈયારી માં રોડ કામ બ્લોક કામ અને સી સી કરાવ્યું છે. લોકોની સુવિધાને પ્રાધાન્ય આપ્યું છે અને ચોમાસા એ વિરામ લીધો કે તરત રાજપીપળાના તમામ  આંતરિક અને મુખ્ય રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવશે. દિવાળી પહેલા બની જશે એવા પ્રયત્નો અમારા છે.

 

(10:42 pm IST)