Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

પ્રતાપનગર ગામે આર્મી જવાને સગીરાની છેડતી કરતા મારામારી : 9 શખ્સો સામે રાયોટિંગ,પોસ્કોનો ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં પ્રતાપનગર ગામે સગીરાની છેડતીની ઘટનામાં આમલેથા પોલીસે નવ ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે
પ્રાપ્ત વિગતો અનુસાર પ્રતાપનગ ગામે થયેલી છેડતીની ઘટનામાં ફરીયાદી તથા તેમની દીકરી પ્રતાપનગર બજરંગ પેટ્રોલ પંપ સામે આવેલ કુળદેવી ચાઇ વાલાની દુકાને વેફર લેવા માટે ગયેલ તે વખતે અતુલભાઇ ભલુભાઇ વસાવા સીટી મારતા ફરીયાદીએ પુછેલ કે , તુ કેમ સીટી મારે છે ? ત્યારે અતુલે ફરીયાદીને જણાવેલ કે , હું સીટી મારૂ કે ગમેતે કરૂ હું આર્મીમાં છુ અમેતો મારીને જતા રહીશું તો પણ મારૂ કશુના બગડે તેમ કહી ફરીયાદી સાથ એ ઝપાઝપી કરવા લાગતા અન્ય એક ઈસમ ત્યાં દોડી આવી ફરીયાદીનો હાથ પકડી રાખતા તે વખતે દીકરી છોડાવવા આવતા અન્ય એક ઈસમે તેને ધક્કો મારી પાડી દઇ તેના હાથમાંનો મોબાઇલ ફેંકી દિધેલ ત્યારબાદ અતુલે સગીરા નો ડ્રેસ ફાડી નાખી બાકીના ઈસમો એ ભેગા થઈ ફરીયાદીને ઢીકાં પાટુનો માર મારી માથાના ભાગે એક લાકડીનો સપાટો મારી દઇ ઇજા પહોંચાડી આમ નવ ઈસમો એ ભેગા થઇ આ કામના ફરીયાદીને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય પોલીસે રાયોટિંગ, પૉસ્કો સહિતની કલમો સાથે આ નવ ઈસમો માં ( ૧ ) અતુલભાઇ ભલુભાઇ વસાવા ( ૨ ) શંકરભાઇ મોગલભાઇ વસાવા ( ૩ ) નિલેશભાઇ ( ૪ ) ધનવીરભાઇ અરવિંદભાઇ વસાવા તથા ( ૫ ) અમિતભાઇ ભલુભાઇ વસાવા, રહે.ખાલક તા.ઝઘડીયા જી.ભરૂચ ( ૬ ) વિરાજભાઇ સોમાભાઇ વસાવા તથા ( ૭ ) રોનકભાઇ સતિષભાઇ વસાવા તથા.  ( ૮ ) શેશીલભાઇ સતિષભાઇ વસાવા, રહે.તવડી તા.ઝઘડીયા જી.ભરૂચ તથા ( ૯ ) સંદિપભાઇ નામનો ઈસમ, રહે.ખાલક,તા.ઝઘડીયા જી.ભરૂચ ગુનો દાખલ કર્યો છે કેસની તપાસ આમલેથા પીએસઆઈ એલ.જી. વળવી ચલાવી રહ્યા છે

(12:04 am IST)