Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

અમદાવાદમાં તમામ પાર્ટી પ્લોટ બેન્કવેટ ૧૦૦% બુક

લગ્ન કરવા હોય આવતા વર્ષની રાહ જોવી પડશે :પહેલું શુભ મુહૂર્ત ૧૫ નવેમ્બરથી શુરૂ થઈ ગયું, કોરોનાનાં કેસમાં ઘટાડો થતાં ૪૦૦ને પરવાનગી આપવામાં આવી છે

અમદાવાદ,તા.૨૪ : હાલમાં દેશભરમાં લગ્ન સિઝન ચાલુ છે.  અને ગુજરાતમાં પણ હાલમાં લગ્નગાળો ચાલુ છે. તેવામાં આ વખતે તો અમદાવાદ શહેરમાં એટલાં લગ્નો છે કે, તમામ હોલ્સ, પાર્ટી પ્લોટ ફૂલ બૂક ચાલે છે.  હિંદુ ધર્મના વિવિધ સમાજોમાં લગ્નસરાની સિઝનનો પણ પ્રારંભ થઈ ગયો છે.વિક્રમ સંવત ૨૦૭૮ માં લગ્ન માટેના કુલ ૫૩ જેટલા શુભ મુહૂર્તો આવી રહ્યા છે. જે ગત વર્ષ કરતાં ૧૨ જેટલા વધુ છે. ૧૪ મી તારીખે દેવ ઉઠી પ્રબોધિની એકાદશી હોવાથી દેવ દિવાળી ઉજવવામાં આવી હતી. આ દિવસો દરમિયાન તુલસી વિવાહ કરવામાં આવે છે અને ચાતુર્માસ પૂર્ણ થાય છે. નવા વર્ષે પહેલું શુભ મુહૂર્ત ૧૫ નવેમ્બર થી શુરૂ થઈ ગયું છે.આ વર્ષે કોરોનાનાં કેસમાં ઘટાડો થતાં આ વખતે લગ્ન સમારોહમાં ૪૦૦ ને પરવાનગી આપવામાં આવી છે. કોરોનાએ પગપેસારો કર્યા બાદ લગ્ન સમારોહમાં આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવું પ્રથમવાર બન્યું છે.

           ત્યારે આ જ કારણસર અમદાવાદમાં નવેમ્બર થી લઈને ફેબ્રુઆરી સુધી તમામ જગ્યાઓ નું બુકિંગ થઈ ચૂક્યું છે આ અંગે ગુજરાત કેટરિંગ એસોસિએશનનાં પ્રમુખ પરેશ દેસાઈના કહેવા પ્રમાણે આ વર્ષે સૌથી વધારે લગ્ન નક્કી થયા છે જેની ખુશી તો થાય છે પરંતુ ધીમે ધીમે કેસ વધી રહ્યા છે જેને જોઈને ડર પણ લાગે છે પરંતુ સરકાર અચનાક રોક લાવી દે તો ફરી એક વાર અમારે સૌથી વધુ નુકશાન ભોગવવાનું આવશે જે ના થાય એ જ સૌથી સારું છે. લગ્નના મુહૂર્ત આગામી ૧૬ ડિસેમ્બર સુધી જારી રહેશે. ત્યારબાદ એક માસ ધનારક એટલે કમૂરતા રહેશે. જેમાં માંગલિક કાર્યો ને અશુભ માનવામાં આવે છે, જેથી વિધિવત લગ્નો કરવામાં આવશે નહીં. અમદાવાદમાં બહાર લોકો ડિસ્ટીનેશન વેડિંગ માટે પણ તૈયાર થયા છે.ગોવા, દમણ, સેલવાસ,વિલેજ ફાર્મ, રિસોર્ટમાં થિમ અને ડેસ્ટિનેશન વેડિંગનો વ્યાપ વધ્યો છે.સાધન સંપન્ન પરિવારોમાં ગોવા, દમણ, સેલવાસ, વિલેજ ફાર્મ, રિસોર્ટમાં થિમ અને ડેસ્ટિનેશન વેડિંગનો વ્યાપ વધ્યો છે. અહીં ૪૦૦ વ્યક્તિની મર્યાદા નડતી ન હોવાથી તેના બુકિંગમાં પણ ૨૦ ટકા બુકિંગ ૨૦૧૯ની તુલનાએ વધુ નોંધાયું છે.

(8:59 pm IST)