Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ટીંબી ગામમાં આંકડા લખનાર શખ્શને આમલેથા પોલીસે રૂપિયા 1070 સાથે ઝડપી લીધો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ટીંબી ગામ માંથી આંકડા લખતા એક શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો

મળતી માહિતી મુજબ આમલેથા પોલીસે બાતમીના આધારે ટીંબી ગામમા રેઇડ કરતા ગોવિંદ મનસુખભાઇ વસાવા (રહે.ટીંબી )ગે.કા. રીતે પોતાના આર્થિક ફાયદા સારૂ  હારજીતનો જુગાર રમી રમાડી રેઇડ દરમ્યાન અંગ જડતીના રોકડા રૂપિયા ૧૦૭૦ સાથે પકદાઇ જઇ ગુનો કરતા આમલેથા પોલીસે તેને ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:15 pm IST)