Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

તરોપા ગામના બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા વાહને રાહદારીને અડફ્ટમાં લઈ સ્થળ પર મોત નિપજાવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તરોપા ગામના બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા વાહનની ટકકરે એક રાહદારીનું મોત નિપજતા આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ પ્રેમસીંગભાઇ અભેસીંગભાઇ વસાવા,રહે.તરોપા ની ફરીયાદ અનુસાર કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે ચલાવી લાવી જશવંતભાઇ અભેસીંગભાઇ વસાવા (ઉ.વ.૫૭) (  રહે.તરોપા )ને અડફેટમાં લઇ ટકકર મારી રોડ ઉપર ફેંકી દેતા માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ કરી સ્થળ ઉપર મોત નિપજાવી નાશી જઇ ગુનો કર્યો હોય આમલેથા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:17 pm IST)