Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

રાજ્યમાં સૌ પ્રથમ સી-પ્લેન સુવિધા અમદાવાર રીવરફ્રન્ટ પરથી શરૂ કરવામાં આવી હતી પરંતુ સી-પ્લેન મરામત માટે ગયું હોવાથી અત્યારે ગુજરાતમાં સી-પ્લેન નથી તેથી ગુજરાત સરકારે બે સી-પ્લેનની માગણી કેન્દ્ર સમક્ષ કરી

કેન્દ્ર અને રાજ્ય સરકાર ગુજરાતમાં અમદાવાદ રીવરફ્રન્ટ, કેવડિયા, પાલિતાણા પાસે શેત્રુંજી ડેમ, સાપુતારા લેક, મહેસાણા ધરોઇ ડેમ અને સુરતના ઉકાઇ ડેમ જેવા સ્થળો સી-પ્લેન સુવિધા માટે નિયત કરવામાં આવ્યા છેઃ ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી

અમદાવાદઃ અમદાવાદથી કેવડિયા સુધીની સી-પ્લેન સર્વિસ શરૂ થવાના હજી કોઇ ઠેકાણાં નથી ત્યારે રાજ્ય સરકારે કુલ છ સ્થળોએ સી-પ્લેન સેવા શરૂ કરવા તેમજ ગુજરાતને બે સી-પ્લેન આપવા કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરવામાં આવી છે. સાબરમતી રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સી-પ્લેન સેવા ઝડપથી શરૂ થાય તે માટે સી-પ્લેનની માગણી કરવામાં આવી છે.

ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગુજરાતમાં અમદાવાદ રીવરફ્રન્ટ, કેવડિયા, પાલિતાણા પાસે શેત્રુંજી ડેમ, સાપુતારા લેક, મહેસાણા ધરોઇ ડેમ અને સુરતના ઉકાઇ ડેમ જેવા સ્થળો સી-પ્લેન સુવિધા માટે નિયત કરવામાં આવ્યા છે. રાજ્યમાં સૌ પ્રથમ સી-પ્લેન સુવિધા અમદાવાર રીવરફ્રન્ટ પરથી શરૂ કરવામાં આવી હતી પરંતુ સી-પ્લેન મરામત માટે ગયું હોવાથી અત્યારે ગુજરાતમાં સી-પ્લેન નથી તેથી ગુજરાત સરકારે બે સી-પ્લેનની માગણી કેન્દ્ર સમક્ષ કરી છે.સાબરમતી રીવરફ્રન્ટ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સવાર અને સાંજ માટેની બે ફ્લાઇટ સુવિધા શરૂ કરવા કેન્દ્રની પરવાનગી માગવામાં આવી છે.

ઉતર ગુજરાતના નાગરિકોને અન્ય શહેરો સાથે ઉડ્ડયન સેવાઓનો લાભ મળે તે હેતુસર ડીસા એર સ્ટ્રીપ ઝડપથી શરૂ થાય તે હેતુસર જમીન સોપણી માટે કેન્દ્રને દરખાસ્ત કરવામાં આવી છે. એવી જ હીતે ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત શાકભાજી અને ફળોની નિકાસ સુવિધાઓ પુરી પાડવા નવા કોલ્ડ સ્ટોરેજ નિર્માણ માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટના ગ્રીન ફિલ્ડ એરપોર્ટ માટે પણ નાગરિકોને સુવિધા પુરી પાડવા એવીએશન પાર્કના જોડાણ માટે ટેક્ષી-લિન્ક સાથે કેશોદ એરસ્ટ્રીપને ઉડાન સેવા અંતર્ગત પાર્કીગના સુવિધાના પ્રશ્નો સત્વરે હલ કરવા કેન્દ્રમાં રજૂઆત કરવામાં આવી છે.

(5:15 pm IST)