Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ધોલેરા તાલુકાના હેબતપુર ખાતે પોલીસ ભરતી પરીક્ષા અનુસંધાને એક દિવસીય તાલીમ વર્ગ યોજાયો

યુવા ભાઈ બહેનોને પરીક્ષાની તૈયારી માટે ખુબજ લાભદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જિલ્લા ના ધોલેરા તાલુકાના હેબતપુર ગામે પોલીસ ભરતીની પરીક્ષાના અનુસંધાને એક દિવસીય તાલીમ વર્ગ હેબતપુર માધ્યમિક શાળાના ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો હતો. જે સેમીનારમા માર્ગદર્શન આપનાર મહેમાનો તેમનો કિમતી સમય ફાળવીને તેમણે પાસ કરેલી પરીક્ષા તથા નોકરી ના અનુભવો દ્રારા રનિંગ અને લેખિત પરીક્ષા માટે જરૂરી  માર્ગદર્શન આપીને વધુ મા વધુ યુવા મિત્રો પરીક્ષામાં પાસ થાય તે માટે ના પ્રયત્નો હતા. આ સેમીનારમાં વિસ્તાર ના દરેક ગામ ના પરીક્ષા ની તૈયારી કરતા છોકરા-છોકરી વધુમાં વધુ જોડાયા હતા. આજના સેમીનાર માં   રામરાજસિંહ ચુડાસમા (Ex.આર્મીમેન), મનસુખભાઈ વેગડ (આર્મીમેન), પ્રકાશભાઈ મકવાણા (એસ. આર.પી) મીઠાપરા  (ખેડા કોન્સટેબલ), મહીપતભાઈ મેર  (એસ.આર.પી), સંજયભાઈ ધરજીયા ( s.r.p) દ્વારા સેમીનારમાં આવેલા યુવા ભાઈઓ અને બહેનોને પરીક્ષાની તૈયારી માટે ખુબજ લાભદાયી માર્ગદર્શન આપ્યું હતું. (તસવીર : પીન્ટુ હાપાણી - ધોલેરા)

(8:19 pm IST)