Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

સુરતમાં બની હીરા જડીત સૌથી મોંઘી છત્રીઃ કિંમત છે લાખોમાં

સુરત,તા. ૨૬:  શહેરમાં જેમ્સ એન્ડ જવેલરી એકિઝબિશન યોજાવાનું છે. જેમાં ૧૨ હજાર હીરા જડેલી સોનાની ૨૦ લાખની છત્રી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સુરતના એકિઝબિશનમાં રજૂ થનારી આ છત્રી વિશ્વની સૌથી મોંઘી છત્રી બની રહેશે. ડાયમંડમાંથી બનાવાયેલી આ છત્રીની કિંમત ૨૦ થી ૨૫ લાખ રૂપિયા છે. તો ડાયમંડ છત્રીને બનાવવામાં ૨૫ દિવસ લાગ્યા છે. છત્રી બનાવવામાં ૩૦ કામદારોની મહેનત રંગ લાવી છે. તેને જોઈને નજર ન હટે તેવી છે. સુરતના જવેલરી એકસપોમાં દેશ-વિદેશના ૧૦૫ મેન્યુફેકચરર્સ ભાગ લેશે. જેમાં અમેરિકા, લંડન સહિત દેશ-વિદેશના ૮ હજાર લોકો મુલાકાત લેશે. જેમાં હીરાજડિત અને સોના-ચાંદીની કિંમતી વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવશે.

(2:50 pm IST)