Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં યુવતીનું અપહરણ કરી ભાગતા ફરતા આરોપીને શામળાજી પોલીસે ઝડપી પાડ્યો

અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાંથી એક યુવતીનું અપહરણ કરી ભાગતા ફરતા આરોપી અને ભોગ બનનાર યુવતીને શામળાજી પોલીસે મંદિર નજીકથી ઝડપી પાડયા હતા.આ અપહરણના ગુનાના આરોપીને અમદાવાદ પોલીસને સોંપવા શામળાજી પોલીસ સ્ટેશન ખાતે નજર કેદ રખાયો હતો.

આ આરોપી પોલીસની બેદરકારીથી બાથરૂમ જવાના બ્હાને પોલીસને થાપ આભી ભાગી છુટતાં પોલીસની કામગીરી સામે જ પ્રશ્નો ઉઠયા છે. જોકે આ પ્રકરણે બેદરકારી  દાખવનાર પોલીસ વિરૂધ્ધ કંઈપણ કાર્યવાહી હાથ નહી ધરાતાં ચર્ચાઓ ઉઠી હતી. જયારે શામળાજી પોલીસે ફરાર આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શામળાજીના  વિષ્ણુ મંદિર ખાતે ફરજ પરના પોલીસ કર્મીને એક યુવતી અને યુવક શકમંદ હાલતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ફરતા જોવા મળ્યા હતા.ફરજ પરના પોલીસ કર્મીએ આ યુવક-યુવતીની પુછપરછ હાથ ધરતાં અને વધુ શંકા જતાં યુવતીનું નામ-સરનામું મેળવી તેના પિતાનો સંપર્ક કરાયો હતો અને આ યુવતીનું અપહરણ થયું હોવાનું અને તે અંગેનો ગુનો અમરાઈવાડી (અમદાવાદ)પોલીસ સ્ટેશને નોંધાયો હોવાનું જણાઈ આવ્યું હતું.પરીણામે શામળાજી પોલીસે અપહરણના ગુનાના આરોપી ઓરેલન્સભાઈ રસીકભાઈ ખરાડી (રહે.અઢેરા,તા.ભિલોડા) અને અપહરણનો ગુનો બનનાર યુવતીને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. અમરાઈવાડી પોલીસને કબ્જો સોંપવા સારૂ નજર કેદમાં રખાયેલ આ આરોપી પેશાબ કરવા જવાના બ્હાને બાથરૂમમાંથી  ભાગી ગયો હતો.જોકે આ આરોપીને બાથરૂમ લઈ જનાર પોલીસ કર્મીની બેદરકારી ઉડીને આંખે વળગે તેવી જણાતાં પોલીસની નામોશી થઈ હતી. જયારે આ  ફરાર આરોપી વિરૂધ્ધ શામળાજી પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.

(5:49 pm IST)