Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

મહુધા તાલુકાના હેરંજ ગામે સરકારી અનાજનો જથ્થો વેડફાયેલ હાલતમાં મળી આવતા તંત્રની બેદરકારી સામે આવી

મહુધા:તાલુકાના હેરંજ ગામે એક તરફ આત્મનિર્ભર યાત્રામાં સરકારની વાહવાહી જોવા મળી તો બીજી તરફ ગરીબો માટેના સરકારી અનાજનો વેડફાટ જોવા મળ્યો છે. મધ્યાહન ભોજનના શેડ પાછળથી ચણાની દાળના ચાર કટ્ટા મળી આવતા સરકારી તંત્રની બેદરકારી ખુલ્લી પડી ગઇ હતી.

મહુધા તાલુકાનમાં હેરંજ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.એકતરફ અધિકારીઓ સરકારની વાહવાહી કરવામાં વ્યસ્ત હતા.તો બીજી તરફ સ્થાનિક અધિકારીઓની બેદરકારીના કારણે મધ્યાહન ભોજનના શેડ પાછળ સરકારી ચણાની દાળના ચાર કાર્ટુન ફેકી દેવાયેલ હાલતમાં મળી આવ્યા હતા.જેને કારણે સ્થાનિક નાગરિકોમાં અને અધિકારીઓમાં હડકંપ મચ્યો હતો. 

 મધ્યાહન ભોજન યોજનાના શેડની બાજુમાં સરકારી અનાજનો જથ્થો વેડફાયેલી હાલતમાં જોવા મળ્યો હતો.એક તરફ સરકાર દ્વારા કોરોના મહામારીના સમયે અનાજનો જથ્થો મફતમાં વિતરણ કરવામાં આવ્યો હતો.બીજી તરફ સરકારી ચણાની દાળના ચાર કાર્ટુન મધ્યાહન ભોજનના શેડની બાજુની ઝાળીઓમાં વણવપરાયેલી હાલતમાં ફેકી દેવાયેલા જોવા મળ્યા હતા. 

(5:52 pm IST)