Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

સુરતમાં વીજ કંપનીના પોલ તોડી વાયરોની ચોરી કરનાર કર્મચારી સહીત બે ની ધરપકડ

સુરત: ડીજીવીસીએલ કંપનીની વરીયાવ નજીક કંટારા ચોકડીથી સેગવા-સ્યાદલા અને સાંધીયર જતી એગ્રીકલ્ચર લાઇનના 25 જેટલા વીજ પોલ તોડી પાડી તસ્કરો 1550 કિલોગ્રામ વજનના એલ્યુમિનીયમના રૂ. 2.84 લાખની વાયર ચોરી પ્રકરણમાં ડીજીવીસીએલના કર્મચારી સહિત બે ની ધરપકડ કરી છે. ડીજીવીસીએલ (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડ) ની વરીયાવ ગામ નજીક કંટારા ચોકડીથી સેગવા સ્યાદલા જતા રોડ પર દેલાડ સુધીની વીજ લાઇન, કંટારા ચોકડીથી સાંધીયર ગામ જતા રોડની એગ્રીકલ્ચર વીજ લાઇનના 99 પૈકી 25 જેટલા સિમેન્ટના થાંભલા તોડી પાડી વીજ પોલ ઉપરના ફેબ્રિકેશન, અર્થીગ અને તાણીયાને તોડી પાડી અંદાજે 10.50 કિલોમીટર સુધીના અંદાજે 1550 કિલોગ્રામ વજનના એલ્યુમિનીયમ વાયર કિંમત રૂ. 2.84 લાખની મત્તાના ચોરી ગયા હતા. આ ઘટનામાં જહાંગીરપુરા પોલીસે તપાસ અંતર્ગત પખવાડિયા અગાઉ ભેંસાણ ચોકડી નજીક ઓએનજીસી રોડ પર કિશોર પટેલના ખેતરમાં ભંગારનું ગોડાઉન ધરાવતા અને ત્યાં જ રહેતા સુદીન સુલમા ખાન (ઉ.વ. 40 મૂળ રહે. સાતવાડ મહોલ્લો, તા. નગર, જિ. ભરતપુર, રાજસ્થાન) ને ઝડપી પાડી રૂ. 69 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. 

 

(5:53 pm IST)