Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

અમદાવાદમાં વેપારીને કાર પર ડીસ્કાઉન્ટની લાલચ ભારે પડીઃ 20 લાખ ડિસ્કાઉન્ટમાં મર્સીડીસ ખરીદવા જતા 45 લાખ ગુમાવ્યા

વેપારીને ડીસ્કાઉન્ટ અપાવવાની વાત કરનાર વ્યકિતએ કાર ન આપી અને 45 લાખ રુપિયાનો ચૂનો લગાવી દીધો

અમદાવાદ: અમદાવાદમાં વેપારીને કાર પર ડીસ્કાઉન્ટની લાલચ ભારે પડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેપારીને ડીસ્કાઉન્ટ અપાવવાની વાત કરનાર વ્યકિતએ કાર ન આપી અને 45 લાખ રુપિયાનો ચૂનો લગાવી દીધો હતો. ઠગાઈની ઘટનામાં સીધી ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ લેતા ચર્ચાનો વિષય બન્યો હતો. આ અંગે ગુનો નોંધી ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.
અમદાવાદના શીલજ વિસ્તારમાં રહેતા ભગવત વિઠ્ઠલભાઇ શાહ મશીનરી બનાવવી વેચાણ કરવાનો વેપાર કરે છે તેમને તેમના મોટા ભાઇ માટે મર્સીડીસ કાર ખરીદવી હતી .જે માટે ભગવત ભાઇએ તેમના વકીલ મિત્રને જાણ કરી હતી. તેમના હાઇકોર્ટ વકીલના ગ્રુપમાં એક મેસેજ આવ્યો કે, 20 લાખ ડીસ્કાઉન્ટથી કાર મળશે જેની ઓન રોડ પ્રાઇઝ વીશે પણ ઉલ્લેખ કર્યો હતો. આ વાત ભગવતભાઇને તેમના વકીલ મિત્રએ કરી ત્યાર બાદ આ જાહેરાત વાળા નંબર પર સંપર્ક કર્યો હતો.
જેમાં સામના વ્યક્તિએ જણાવ્યુ કે, અમે ડીલરના ત્યા નહી પણ ડાયરેકટ કપનીમાં કાર બુક કરાવીએ છીએ. આ વાત થયા બાદ ભગવતભાઇએ તેમને મર્સીડીસ ઇ ક્લાસ બુક કરાવવા માટે વાત કરી અને રુપિયાની ચૂકવણી અંગે નકકી કરેલા એકાઉન્ટમા કરી આપી હતી પરંતુ આ દરમિયાન દિલીપસિંહ જાડેજા ( રહે, સિધ્ધી વિનાયક સોસાયટી, જામનગર) નામના વ્યક્તિએ તે રુપિયામાંથી 45 લાખ રૂપિયા યેનકેન પ્રકારે મેળવી લીધા હતા.
રૂપિયા લઈ લીધા બાદ દિલિપસિંહએ કારની ડીલીવરી પણ ન આપી અને રુપિયા પણ આપ્યા ન હતા. આ અંગે સ્થાનિક પોલીસે ફરિયાદ ન લેતા રાતોરાત ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ લઈ લીધી હતી અને તપાસ હાથ ધરી હતી.


 

(6:03 pm IST)