Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

અમદાવાદમાં ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા 25 હજાર પોલીંગ અને 10 હજાર પોલીસ કર્મચારીનું મતદાન

4 હજારથી વધુ શિક્ષક બે દિવસમાં મતદાન કરશે. બે દિવસ ચાલનાર મતદાન પ્રક્રિયાની ગણતરી પણ 8 ડિસેમ્બરે થશે.

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે અમદાવાદમાં બેલેટથી મતદાનની શરૂઆત કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા 25 હજાર પોલીંગ કર્મચારી અને 10 હજાર પોલીસ કર્મચારી આજે મતદાન કરશે. 4 હજારથી વધુ શિક્ષક બે દિવસમાં મતદાન કરશે. બે દિવસ ચાલનાર મતદાન પ્રક્રિયાની ગણતરી પણ 8 ડિસેમ્બરે થશે.

અમદાવાદમાં વિધાનસભા ચૂંટણીને લઇને બેલેટ મતદાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં બીજા તબક્કામાં ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફ મતદાન કરશે. જેમાં શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર, કૃષ્ણનગર હોમ ગાર્ડ ગ્રાઉન્ડ અને મકરબા પોલીસ ક્વાર્ટર્સ પર બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. 25 અને 26 નવેમ્બરે સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા ચાલશે.

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાશે. 1 ડિસેમ્બરે 89 બેઠક જ્યારે 5 ડિસેમ્બરે 93 બેઠક પર મતદાન યોજાશે. જ્યારે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

 

(10:19 pm IST)