Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

વિધાનસભા ચૂંટણી પૂર્વે નર્મદા જીલ્લાની આંતરરાજ્ય ચેક પોસ્ટની વિઝીટ કરતા પોલીસ મહાનિરીક્ષક,વડોદરા તથા પોલીસ અધિક્ષક નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તા.૦૩/૧૧/૨૦૨૨ થી આદર્શ આચાર સંહિતા જાહેર કરવામાં આવેલ. અને નર્મદા જીલ્લો મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલ હોય જે અનુસંધાને નર્મદા જીલ્લાના સાગબારા પો.સ્ટે. વિસ્તારમાં ધનશેરા,પાનાપરોઢી, નવાપાડા, દેવમોગરા તેમજ ડેડીયાપાડા વિસ્તારમાં કોકટી અને ડુમખલ ખાતે આંતર રાજ્ય ચેક પોસ્ટો ઉભી કરવામાં આવેલ છે. જે આંતર રાજ્ય ચેક પોસ્ટમાં ચુંટણીને સીધી અસર કરતી ગેરકાયદેસર પ્રવૃતિને ચેક પોસ્ટ ઉપર જ ડામી દેવા માટે અસરકારક વાહન ચેકીંગની કામગીરી કરવામાં આવે છે. જે આંતર રાજ્ય ચેક પોસ્ટોની સમિક્ષા વિઝીટ સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓ દ્વારા કરવામાં આવેલ. નર્મદા જીલ્લાના સાગબારા તથા ડેડીયાપાડા વિસ્તારમાં ઉભી કરેલ ચેક પોસ્ટોથી ગેરકાયદેસર ઇગ્લીશ દારૂ, માદક પદાર્થો તેમજ અન્ય કોઇપણ પ્રકારની ચીજ વસ્તુઓ કે જે ચુંટણી પ્રક્રિયામાં અડચણરૂપ થાય તેવી વસ્તુઓને આ ચેક પોસ્ટ દ્વારા રોકી શકાય તે માટે પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગનાઓએ સખ્ત સુચના આપેલ. તેમજ આ ચેક પોસ્ટ ઉપર તૈનાત તમામ સ્ટાફને રાઉન્ડ ધ ક્લોક આ ચેક પોસ્ટ ઉપર કામગીરી કરવા પણ સખ્ત સુચનો તેઓશ્રી દ્વારા કરવામાં આવેલ તેઓ દ્વારા આ આંતર રાજ્ય ચેક પોસ્ટ ઉપરથી કોઇપણ પ્રકારની ગેરકાયરદેસર પ્રવૃતિનું વહન ન થાય તે માટે ચેક પોસ્ટ ખાતે ફરજ બજાવતા પોલીસ/હોમગાર્ડ/જી.આર.ડી. તેમજ કેન્દ્રીય સુરક્ષા દળોના કર્મચારીઓને સખ્ત સુચના આપવામાં આવેલ. તેમજ આ સાગબારા તથા ડેડીયાપાડાના થાણા ઇન્ચાર્જઓને પણ આ ચેક પોસ્ટો ઉપર ચેકીંગની કામગીરી તેમજ સમયાંતરે વિઝીટ કરવા સુચના તેમજ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ

 

(10:25 pm IST)