Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

રાજપીપળા શહેરમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહના રોડ શોમાં ભારે જનમેદની ઉમટી: અમિતભાઇ શાહે પ્રજાનું અભિવાદન કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ૧૪૮ નાંદોદ વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડો. દર્શન બેન દેશમુખ ના પ્રચાર માટે કેન્દ્રના ગૃહ મંત્રી અમિતભાઈ  શાહ આવી પહોંચતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગૃહમંત્રી અમિતભાઈ  શાહ નો રોડ શો રાજપીપળા શહેર ખાતે મુખ્ય માર્ગ પર નીકળ્યો હતો. સમગ્ર રાજપીપળા ભગવા રંગે રંગાઈ ગયું હતું. રાજપીપળાનાં સુર્ય દરવાજાથી રોડ શોની શરૂઆત બાદ હરસિધ્ધિ માતા એ પૂર્ણ કરી સમગ્ર રોડ શોમાં ઢોલ નગારા સાઉન્ડ સિસ્ટમ અને નૃત્ય સાથે શહેર માં ફર્યો હતો ગૃહમંત્રી અમિતભાઈ  શાહે રાજપીપળાની પ્રજાનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે માનવ મહેરામણ ઉમટી પડયો હતો. આ કાર્યક્રમમાં બીજેપી નાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં જોડાયા હતા. અને મુખ્ય માર્ગ પરથી નિકળેલા આ રોડ શો માં અમિત શાહ ને જોવા લોકટોળા ઉમટી પડ્યા હતા.

આ તબક્કે અમિતભાઈ  શાહે જણાવ્યું કે ગુજરાતમાં નિશ્ચિત પણ એ પ્રચંડ બહુમતિ થી બીજેપી ને પ્રજા ચુંટી લાવશે પાર્ટીમાં થોડો ઘણો વિરોધ છે એક એમ પૂછતા અમિતભાઈ  શાહે કહ્યું કે એકવાર સિમ્બોલ વહેચી ગયા બાદ પાર્ટીનો કાર્યકર્તા જેની પાસે કમળનું નિશાન છે તેની સાથેજ રહેશે બીજેપી નાંદોદનાં ઉમેદવાર ડો.દર્શનાબેનને નંબર એક પર પહોંચાડજો તેવી પણ વાત કરી હતી.
   
(10:27 pm IST)