Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

અયોધ્યાનું રામ મંદિર નિર્માણ ભાજપે મૂર્ખ બનાવવા માટે કરાવ્યું :શું રામ મંદિર બનવાથી કોઇને નોકરી મળશે ?: શંકરસિંહ વાઘેલા

વાઘેલાએ કહ્યુ , ભાજપે હિન્દુઓનો ઠેકો લઇ રાખ્યો છે. રામ મંદિર બનાવવાથી શું ફરક પડે છે. હું મંદિરનો ટ્રસ્ટી પણ છું. રામ મંદિર માર્કેટિંગની વસ્તુ નથી

અમદાવાદ :  ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને તમામ રાજકીય દળોએ કમર કસી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યુ છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યુ કે અયોધ્યાનું રામ મંદિર નિર્માણ ભાજપે મૂર્ખ બનાવવા માટે કરાવ્યું છે. રામ મંદિર બનાવવાથી શું ફરક પડે છે. શું રામ મંદિર બનવાથી કોઇને નોકરી મળશે.

વાઘેલાએ કહ્યુ , ભાજપે હિન્દુઓનો ઠેકો લઇ રાખ્યો છે. રામ મંદિર બનાવવાથી શું ફરક પડે છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યુ કે હું મંદિરનો ટ્રસ્ટી પણ છું. રામ મંદિર માર્કેટિંગની વસ્તુ નથી અને ના તો ભારત માતા. મંદિર બનશે, તો લોકો દર્શન કરવા જશે. 500 ફૂટ ઉંચુ મંદિર બનાવી દો કે પછી સોનાનું બનાવો. સોમનાથમાં તો લગાવ્યુ જ છે પરંતુ તેની માર્કેટિંગ ના કરો, તેનો ઉપયોગ રાજનીતિમાં થઇ રહ્યો છે. અડવાણીજીની અયોધ્યા યાત્રા પૉલિટિકલ અચીવમેન્ટ માટે હતી. રામ મંદિર ભાજપે માત્ર પોતાની માટે બનાવ્યુ છે, લોકોને મૂર્ખ બનાવવા માટે બનાવ્યું છે.

(11:47 pm IST)