Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

રાજપીપળા ખાતે સૂર્ય દરવાજાથી કાળા ઘોડા સુધી દોઢ કિલોમીટરનો અમિતભાઇ શાહનો ભવ્ય રોડ શો

રોડ શો માં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ સાથે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની દેડીયાપાડામાં યોજેલી જાહેર સભા બાદ નાંદોદ વિધાનસભાના રાજપીપળા ખાતે ભવ્ય રોડ શો યોજાયો હતો.રાજપીપલાના સૂર્ય દરવાજાથી કાળા ઘોડા સુધી દોઢ કિલોમીટરના રોડ શો માં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ સહિત હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે અમિતભાઈ  શાહના રોડ શો ના આગલા દિવસે જ રાજપીપલાના જાહેર માર્ગોની સાફસફાઈ પણ કરવામાં આવી હતી. અમિત શાહના રોડ શો ના માર્ગને કેસરિયા ધ્વજથી શણગારવામાં આવ્યો હતો.

રાજપીપળામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ 4:30 કલાકે આવી પહોંચ્યા હતા.ડીજે અને ઢોલ નગારાના તાલ સાથે અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, લોકોએ પણ અમિત શાહનું ફૂલોથી સ્વાગત કર્યું હતું બીજી બાજુ અમિતભાઈ  શાહે પણ ઉપસ્થિત લોગો પર ફૂલ વરસાવ્યા હતા. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે લગભગ એક કલાક બાદ દોઢ કિલોમીટર લાંબો રોડ શો કાળા ઘોડા પાસે પૂર્ણ થયો હતો.કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે જણાવ્યું હતું કે હુ અગાઉ ઘણી વાર રાજપીપલામાં આવ્યો છું પણ આટલી મોટી જનમેદની મે કોઈ દિવસ જોઈ નથી, આટલી મોટી સંખ્યામાં આવવા બદલ હું તમારો આભાર માનું છું.

અમિતભાઈ  શાહે ઉપસ્થિત જન મેદનીને નાંદોદ બેઠકના ભાજપના ઉમેદવાર ડો.દર્શનાબેન દેશમુખને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું હતું. એમણે વધુમાં જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી અને ભુપેન્દ્રભાઈ  પટેલની આગેવાનીમાં ગુજરાતમાં આ વખતે ભાજપ રેકોર્ડ બ્રેક બેઠકો જીતશે, આટલી મોટી જનમેદની પણ એ સાબિત કરે છે કે લોકોનો ભાજપ પર વિશ્વાસ એકબંધ છે.તમારો એક મત મહાન ભારત અને ગુજરાતની રચના માટે પીએમ મોદીનો હાથ મજબૂત કરશે.તમારો એક મત દેશને સુરક્ષિત કરશે, ગુજરાતના ઘરે ઘરે પીવાનુ પાણી પહોંચાડશે, દરેક આદિવાસીઓના ઘરે વિકાસ પહોંચાડશે.પીએમ નરેન્દ્રભાઈ  મોદીએ આખી દુનિયામાં ભારતનું નામ રોશન કરવાનુ કામ કર્યું છે

(11:53 pm IST)