Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ગુજરાતમાંથી ૨૩ દિવસમાં ૨૮૨ કરોડનો બેનંબરી ગેરકાયદે માલ પકડાયો

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ૯૩૯ કિલો ડ્રગ્‍સ પકડાયું : ચૂંટણીની મોસમમાં દારૂબંધીવાળા રાજ્‍યમાં દારૂની રેલમછેલઃ ૩.૪૭ લાખ લિટર દેશી-વિદેશી ૧૨.૪૫ કરોડનો દારૂ પકડાયો

નવી દિલ્‍હી,તા. ૨૬ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ત્રીજી નવેમ્‍બરે જાહેરાત થઇ ત્‍યારથી માંડીને ૨૫મી નવેમ્‍બર સુધીના ૨૩ દિવસમાં દારૂ નશીલા પદાર્થો સહિત રૂા. ૨૮૨.૦૮ કરોડનો બેનંબરી ગેરકાયદે માલ પકડાયો હોવાનું ચૂંટણી પંચે ગઇ કાલે જાહેર કર્યું છે. આમા ૩.૪૭ લાખ લિટર દેશી-વિદેશી રૂા. ૧૨.૪૫ કરોડનો દારૂ તથા મુદ્દામાલ રૂા. ૬૧.૬૩ કરોડના ૯૩૮.૮૧ કિલો નશીલા પદાર્થો રૂ. ૧૪.૫૬ કરોડના ૧૮૦ કિલો ઘરેણા-ઝવેરાત રૂા. ૨૬.૩૭ કરોડ રોકડ તેમજ રૂા. ૧૬૭.૦૭ કરોડનો અન્‍ય માલસમાન સામેલ  છે. સ્‍ટેટિક સર્વેલન્‍સ ટીમો, ફલોઇંગ સ્‍કવોડ, લોકલ પોલીસ તેમજ અન્‍ય રીતે પકડાયેલી ચીજો આમા સામેલ છે. વર્ષ ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માત્ર રૂા. ૨૭.૨૧ કરોડનો જ બેનંબરી ગેરકાયદે માલ પકડાયો હતો.(૨૨.૫)

૨.૯૧ લાખ વ્‍યકિતઓ સામે અટકાયતી પગલાં

ઞ્જ સીઆરપીસી હેઠળ ૨,૬૦,૭૦૩ કેસો, પ્રોહિબિશન હેઠળ ૩૦,૦૫૧ કેસો. પોલીસ એકટ ૧૯૫૧ હેઠળ ૭૧ કેસો, પાસા એક્‍ટ હેઠળ ૩૨૯ કેસો મળીને કુલ ૨,૯૧,૧૫૪ સામે અટકાયતી પગલાં ઞ્જ કુલ ૫૫,૬૪૦ પરવાના ધારકો પાસેથી ૫૧,૧૨૬ (૯૧.૮૮ ટકા) હથિયારો જમા લેવાયા ઞ્જ ૭૮ ગેરકાયદે હથિયારો ૩૫૪ ગેરકાયદે દારૂગોળો ૧૫૦ ગ્રામ વિસ્‍ફોટક પદાર્થો આર્મ્‍સ એકટ હેઠળ પકડાયા

૨૫૬ ફરિયાદો હજી પડતર

ઞ્જ કુલ૬.૨૪૫ ફરિયાદો મળી નિકાલ-સી-વિજિલ એપ ઉપર કુલ ૨.૩૬૪ ફરિયાદો મળી જે પૈકી ૨.૩૪ નો નિકાલ ઞ્જ પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો ઉપર ૨.૩૯.૭૬.૬૭૦ મતદારો પૈકી ૧.૨૪.૩૩.૩૬૨ પુરૂષ, ૧.૧૫.૪૨.૮૧૧સ્ત્રી અને ૪૯૭ ટ્રાન્‍સજેન્‍ડર મતદારો ઞ્જ બીજા તબક્કામાં ૨.૫૧.૫૮.૭૩૦ મતદારો પૈકી ૧.૨૯.૨૬.૫૦૧ પુરૂષ ૧.૨૨.૩૧.૩૩૫સ્ત્રી અને ૮૯૪ ટ્રાન્‍સજેન્‍ડર મતદારો ઞ્જ પ્રથમ તબક્કામાં જ્‍યાં મતદાન થનારૂં છે. ત્‍યાં અત્‍યાર સુધી ૧૯ જિલ્લાઓમાં ૧.૭૯.૫૧.૦૫૩ વોરટ ઇન્‍ફર્મેશન સ્‍લીપનું વિતરણ ઞ્જ રાજ્‍ગમાં ૭૧૦ ફલાઇંગ સ્‍કવોડ અને ૧.૦૫૮ સ્‍ટેટિક સર્વેલન્‍સ ટીમો કાર્યરત ઞ્જ આચારસંહિતા ભંગની ૨.૪૨૩ અરજી મળી જે પૈકી ૨.૩૮૯ નો નિકાલ ઞ્જ રાજ્‍યમાં ૫૭ ઓકિઝલિયરી મથકો અને ૧.૮૩૩ વિશિષ્‍ઠ મથકો સહિત કુલ ૫૧.૮૩૯ મતદાન મથકો વિશિષ્‍ટ મથકોમાં મહિલાઓ સંચાલિત ૧.૨૫૬ સખી મથકો , દિવ્‍યાંગો સંચાલિત ૧૮૨ મથકો, યુવાનો દ્વારા સંચાલિત ૩૩ મથકો અને ૧૮૦ ઇકો ફ્રેન્‍ડલી મથકો સામેલ.

શું પકડાયું તેની વિગતો

દારૂ (૩.૪૭ લાખ લિટર)        રૂા.૧૨.૪૫ કરોડ

ડ્રગ્‍સ                            રૂા. ૬૧.૬૩ કરોડ

ઘરેણા-ઝવેરાત (૧૮૦ કિલો)    રૂા.૧૪.૫૬ કરોડ

રોકડ                           રૂા.૨૬.૩૭ કરોડ

અન્‍ય ચીજો                     રૂા. ૧૬૭.૦૭ કરોડ

કુલ રૂા.        રૂા.૨૮૨.૦૮ કરોડ

(10:25 am IST)